GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ.

 

MORBI:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ.

 

 

વર્ષાઋતુમાં જરૂરતમંદ લોકોને ગરમા ગરમ ભજીયા જમાડ્યા.

ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સરકારી રેનબસેરામાં રહેલા આશરે ૧૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકોને આ વરસાદની મોસમમાં ગરમા ગરમ ભજીયા જમાડી કંઈક અલગ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

વરસતો વરસાદ હોય ત્યારે ભજીયા કોને ન યાદ આવે? કોને ખાવાનું મન ન થાય? પણ બધા એ ઈચ્છા પુરી કરવા સક્ષમ ન હોય તેથી જ તેવા જરૂરતમંદ લોકો માટે આ આયોજન જ ઘડી કાઢવામાં આવ્યુ હતુ

આ સેવાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કરવા પાછળ સંસ્થાના તમામ સભ્યોનો સહકાર અને દાતા મિત્રોના આશીર્વાદ પણ મળ્યા હતા.આગામી સમયમાં પણ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી અનેક પ્રકારના સેવાપ્રકલ્પો યોજવા કટ્ટીબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!