GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી મુકામે નવા ફોજદારી કાયદા અંગે નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો.

 

 

MORBI નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી મુકામે નવા ફોજદારી કાયદા અંગે નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમી સેમિનાર યોજાયો.

 

આગામી સમયમાં અમલમાં આવનારા નવા ફોજદારી કાયદા જેવા કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે આજ રોજ તા.28-06-2024 ના રોજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ –મોરબી મુકામે તાલીમી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારીશ્રીઓ, DySP શ્રી ઝાલા સાહેબ, DySP શ્રી સારડા સાહેબ, PI શ્રીઓ, PSI શ્રીઓ, ASI શ્રીઓ તથા અન્ય પોલીસ કર્મીઓ તેમજ નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા.

આ પ્રસંગે તાલીમી સેમિનારના મુખ્ય સ્વપ્ન દ્રષ્ટા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલશ્રી ડો.સંઘવી સાહેબ, ડો.જયવીર પંડયા સાહેબ અને ડો.પરેશ ડોબરીયા સાહેબે સાંપ્રત સમયની જરૂરીયાત અને સરકારશ્રીના અભિગમથી નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે સેકશન વાઈઝ દરેક કાયદાની વિસ્તૃત છણાવટ સાથે સમજણ આપેલી હતી. “આત્મ નિર્ભર ભારત”ના અભિગમ મારફત થનાર ફાયદા તેમજ ન્યાયક્ષેત્રે આવનાર ડીજીટેલાઈઝેશન, ઝડપી ન્યાય અને સાર્વભૌમત્વની સુરક્ષા અંગે રસપ્રદ સમજણ આ તાલીમ સેમિનારમાં આપેલ હતી.

Back to top button
error: Content is protected !!