GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI – નવયુગ કોમર્સ સ્કૂલ મોરબીનું HSC બોર્ડ કોમર્સનું જળહળતું પરિણામ

 

MORBI – નવયુગ કોમર્સ સ્કૂલ મોરબીનું HSC બોર્ડ કોમર્સનું જળહળતું પરિણામ

 

 

મોરબી જિલ્લામાં સતત સૌથી વધુ A1 ગ્રેડ આપતી એકમાત્ર નવયુગ કોમર્સ સ્કૂલ


તારીખ : 05-05-2025 ને સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-12 કૉમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમા ધોરણ-12 કૉમર્સના નવયુગના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા હાંસલ કરી છે. નવયુગના વિદ્યાર્થી બાવરવા વેદ તુષારભાઈએ 95.71% અને 99.97 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમાંક અને સમગ્ર બોર્ડમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સાથે 15 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને A2 ગ્રેડ સાથે 52 જેટલાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં. જેમાં 99 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 12 અને 95 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 29 અને 90 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 53 જેટલી રહી. એકંદરે ધોરણ-12 કૉમર્સમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ A1 ગ્રેડ સાથે શાળાનું પરિણામ 97.33% રહ્યું. ઉચ્ચ પરિણામ મેળવી ઉત્તીર્ણ થવા બદલ વિદ્યાર્થીઓને પી.ડી.કાંજીયા સાહેબ તથા નવયુગ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!