MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને “દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ 2025”થી સન્માન — બોલિવૂડ એક્ટ્રેસ અમ્રિતા રાવના હસ્તે ગૌરવપૂર્ણ પુરસ્કાર વિતરણ
MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને “દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ 2025”થી સન્માન — બોલિવૂડ એક્ટ્રેસ અમ્રિતા રાવના હસ્તે ગૌરવપૂર્ણ પુરસ્કાર વિતરણ
શિક્ષણક્ષેત્રે ગુણવત્તા, નવીનતા અને સંસ્કારનો અનોખો સમન્વય સર્જનાર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબીને પ્રતિષ્ઠિત દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ 2025”થી સન્માનિત કરવામાં આવ્યું છે.
આ એવોર્ડનો સમારોહ રાજકોટના ફિનિક્સ રિસોર્ટ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં આ એવોર્ડ બોલીવુડ એક્ટ્રેસ અમ્રિતા રાવના હસ્તે નવયુગ ગ્રુપના સુપ્રીમો પી.ડી. કાંજીયા સાહેબને અપાયો હતો. તેમજ અતિથિ વિશેષ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહ્યા હતા
શિક્ષણક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન બદલ નવયુગને સન્માન
છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી મોરબી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તાનો ધોરણ ઊંચો રાખનાર નવયુગ ગ્રુપે અનેક સિદ્ધિઓ મેળવી છે.
પ્રમુખ શ્રી પી.ડી. કાંજિયા સાહેબના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ સંસ્થાએ આધુનિક ટેકનોલોજી, સંસ્કાર આધારિત શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં અવિરત યોગદાન આપ્યું છે.
આ યોગદાન બદલ દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા નવયુગ ગ્રુપને “ઇમિનેન્સ એવોર્ડ 2025”થી નવાજવામાં આવ્યું — જે સંસ્થાની દાયકા લાંબી પ્રતિબદ્ધતા, ગુણવત્તા અને નવીનતાનું પ્રતિક છે.
આ એવોર્ડ માટેના મુખ્ય કારણો ૩૦ વર્ષથી વધુ સમયથી શિક્ષણક્ષેત્રે અવિરત સેવાઓ પ્રી-સ્કૂલથી કોલેજ સ્તર સુધીનું સર્વાંગી શિક્ષણ માળખું કરીઅર લક્ષી અને સ્કીલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ધરાવવા બદલ ટેકનોલોજી, ઇનોવેશન અને સંસ્કારનું સંકલન
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પ્રેરણાદાયી કાર્યક્રમો પ્રમુખ શ્રી પી.ડી. કાંજિયા સાહેબનો અભિપ્રાય“આ એવોર્ડ નવયુગ પરિવારના દરેક સભ્ય માટે ગૌરવની ક્ષણ છે.આ સન્માન અમારા શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓના અવિરત પરિશ્રમનું પરિણામ છે.અમે ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, શિસ્ત અને સંસ્કારનું સંકલન જાળવી રાખી નવી ઊંચાઈઓ સર કરીશું.”