GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :હવે તો જાગો તંત્ર! મોરબીમાં.પ્રાથમિક સુવિધાઓના અભાવે ફરી જનતાએ રોક્યા રસ્તા.

 

MORBI :હવે તો જાગો તંત્ર! મોરબીમાં.પ્રાથમિક સુવિધાઓના અભાવે ફરી જનતાએ રોક્યા રસ્તા.

 

મોરબી : મોરબી- રાજકોટ હાઈવે પર બાયપાસ રોડ ઉપર ત્રણ સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને પગલે સ્થાનિકોએ રાત્રીના સમયે ચક્કાજામ કર્યો હતો. અંદાજે દોઢ કલાક ચક્કાજામ રહેતા એક તરફ રાજપર ચોકડી અને બીજી તરફ જુના આરટીઓ સુધી વાહનોની કતારો જામી છે. બીજી તરફ અત્યારે ડેપ્યુટી એન્જીનીયર દ્વારા કામગીરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો છે.

મળતી વિગતો અનુસાર મુખ્ય રોડ ઉપર ભૂગર્ભ ગટરની સમસ્યા હતી. ત્યાં ખાડા પણ પડી ગયા હતા. જેથી મહાપાલિકાએ ત્યાં કામ કર્યું હતું. પછી બાજુમાં આવેલ ડીવાઈન, ઈન્દ્રપ્રસ્થ અને શ્રીજી પાર્ક સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું પાણી આવવાનું શરૂ થયું છે. સ્થાનિક જસવંતીબેને જણાવ્યું કે ડીવાઈન પાર્કમાં અઠવાડિયાથી ગટરો ઉભરાઈ રહી છે. અહીં પાણી મોટા પ્રમાણમાં ભરાઈ ગયા છે. મચ્છરોના ત્રાસ થઈ રહ્યો છે. રોડ-રસ્તામાં નદી ભરાઈ ગઈ છે. ભૂગર્ભ ગટરની કુંડીઓ ખુલ્લી હોય છે. બાળકો ઉપર જોખમ મંડરાઈ રહ્યું છે. ટાકામાં ગટરના પાણી આવે છે. જેનાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે. અમે ફોન ઉપર રજૂઆતો કરી છે પણ કોઈ પરિણામ આવ્યું નથી.

અહીં ત્રણ સોસાયટીના 1000 જેટલા ઘરોમાં આ સમસ્યા છે. બધા ઘરમાં આ પ્રશ્ન છે. નળમાં પણ આ ગંદા પાણી આવે છે. અહીં લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે. આ ચક્કાજામ સાંજે 6:30 વાગ્યાના અરસામાં શરૂ થયો હતો. રાત્રીના 7:45 વાગ્યે મહાપાલિકાના ભૂગર્ભ વિભાગના ડેપ્યુટી એન્જી. પ્રશાંત કંઝારિયાએ સ્થાનિકોને સમજાવી મામલો થાળે પડાવતા ચક્કાજામ હટ્યો છે. તેઓના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસથી અહીં કામગીરી ચાલુ છે. ટિમને અત્યારે જ અહીં બોલાવી લેવાય છે. જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન નહિ આવે ત્યાં સુધી ટિમ કામગીરી ચાલુ રાખશે.

Back to top button
error: Content is protected !!