GUJARATJUNAGADHKESHOD

આરઝી હકુમતદિન (જૂનાગઢ મુકિત દિન) ની ઉજવણીના ભાગ રૂપે મહાનગરપાલિકા,જૂનાગઢ ઘ્વારા વિજય સ્તંભનું પૂજન કરાયું. જે બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજી કાર્યક્રમનું આયોજન…

આરઝી હકુમતદિન (જૂનાગઢ મુકિત દિન) ની ઉજવણીના ભાગ રૂપે મહાનગરપાલિકા,જૂનાગઢ ઘ્વારા વિજય સ્તંભનું પૂજન કરાયું. જે બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજી કાર્યક્રમનું આયોજન...

આરઝી હકુમતદિન (જૂનાગઢ મુકિત દિન)ની ઉજવણીના ભાગ રૂપે મહાનગરપાલિકા,જૂનાગઢ ઘ્વારા આજ રોજ તા.૦૯/૧૧/૨૦૨૪ના રોજ બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ,જૂનાગઢ ખાતે સવારે ૦૯:૩૦ કલાકે વિજય સ્તંભનુ પૂજન વિધી કાર્યક્રમ માન.ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા,માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ, નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા,આસિ.કમિશનર(ટે) કલ્પેશ જી. ટોલિયા,પૂર્વ મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર,જ્યોતિ બેન વાછાણી,શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા,પૂર્વ કોર્પોરેટરશ્રી આરતીબેન જોષી,ઉતારા સમિતિ પ્રમુખશ્રી ભાવેશભાઈ વેકરીયા,મહંતશ્રી ઇન્દ્રભારતી બાપુ-રુદ્ર જાગીર ભારતી આશ્રમ,૧૦૦૮ મહંતશ્રી મહેન્દ્રગીરી બાપુ-મુચકુંદ ગુફા,અગ્રણીશ્રી યોગીભાઈ પઢિયાર,શહેર મહિલા પાંખ તથા મહાનગર પાલિકા,જુનાગઢના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ સાંજે ૦૭:૦૦ કલાકે બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતિશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં સૌ શહેરીજનોને પધારવા મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!