MORBI:મોરબીના વિજયનગર -૦૩થી આલાપ પાકૅ સુઘીનો રોડ તાત્કાલિક નવો બનાવી આપવા લેખિતમાં રજૂઆત

MORBI:મોરબીના વિજયનગર -૦૩થી આલાપ પાકૅ સુઘીનો રોડ તાત્કાલિક નવો બનાવી આપવા લેખિતમાં રજૂઆત
મોરબી શહેરમાં આવેલ વિજયનગર-૦૩ આલાપ પાર્ક સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી આ રોડ તાત્કાલિક નવો બનાવી આપવા પત્રકાર યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
પત્રકાર યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ અત્યંત ખરાબ હાલતમાં છે જેથી આ રોડનું કામ વહેલી તકે કરવામાં આવે અને જયાં સુધી નવો રોડ ન બને ત્યાં સુધી આ રોડનું ખુબ ઝડપથી હાલ પુરતું રીપેરીંગ કરવામાં આવે કેમ કે લીલાપર કેનાલ રોડ પર સવારના અને સાંજના સમયે ટ્રાફીક વધુ રહેતું હોવાથી આ વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીનો રોડનો ઉપયોગ સીરામીક ફેકટરીમાં જતા લોકો તેમજ પટેલનગર, આલાપપાર્ક, વિજયનગર, ગજાનંદ પાર્ક, સહીતની સોસાયટીઓ ના રહીશો કરતા હોય છે જેથી જો આ રોડ બની જશે તો ત્યાં ટ્રાફીક રૂપાંતરીત થઈ શકે અને પરીણામે લીલાપર કેનાલ રોડ પર ટ્રાફીક ને પણ હળવુ કરી શકાશે.જેથી આ રોડ તાત્કાલીક બનાવી આપવા ચક્રવાત ન્યૂઝ ના પત્રકાર યોગેશભાઈ દ્વારા માંગ કરવામાં આવી છે.






