MORBI:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી મોરબી ખાતે ‘મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પ’ યોજાશે
MORBI:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી મોરબી ખાતે ‘મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પ’ યોજાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશમાં વધી રહેલ મેદસ્વિતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમના દ્વારા દેશના લોકોને કરવામાં આવેલી મેદસ્વિતા મુક્તિની અપીલના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિતે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત’ અભિયાન અંતર્ગત, તા.૧૭ સપ્ટેમ્બર થી પૂરા ગુજરાતમાં મેદસ્વિતા મુક્તિ માટેના ૭૫ વિશેષ કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશેષ યોગ કેમ્પ દ્વારા લોકોને યોગ અને યોગ્ય આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવી તે માટેના યોગાસનો, પ્રાણાયામ, ડાયટ વગેરેની જાણકારી આપવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકોને મેદસ્વિતા મુક્ત કરી શકાય.
મોરબી જિલ્લામાં મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, ખાતે આ મેદસ્વિતા મુક્તિ માટેનો વિશેષ ૩૦ દિવસીય યોગ કેમ્પ તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ સુધી દરરોજ સવારે ૦૬:૩૦થી ૦૮:૦૦ દરમિયાન યોજાનાર છે.
વધુ વજન અને ચરબી ધરાવતા લોકો, શરીર અને મનનું સવાસ્થ મેળવવા રજિસ્ટ્રેશન https://forms.gle/JpEzUTWATiWsMP6y6 લિંક દ્વારા અને આપની નજીકના વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવતા યોગ ટ્રેનર મિત્રો, નવા યોગ ટ્રેનર બનવા ઇચ્છતા લોકોને તાલીમ આપતા યોગ કોચ મિત્રો અને મોરબી જિલ્લાનું સંકલન સંભાળતા જિલ્લા કોર્ડીનેટરના માધ્યમથી કરી શકાશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મોરબી જિલ્લામાં ચાલતી પ્રવૃત્તિ અંગે અને આ વિશેષ કેમ્પ બાબતે વધુ માહિતી માટે મોરબી જિલ્લા કોર્ડીનેટર દેવાંશ્રીબેન પરમારના મોબાઈલ નંબર 9033643781 પર સંપર્ક કરી શકાશે તેવું ઝોન કોર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી દ્વારા જણાવાયું છે.