
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ ખાતે તારીખ ૧૮/૦૩/૨૦૨૫ના રોજ જયંતી આર મોરી, જોઇન્ટ રિજનલ ડાયરેક્ટર, બાયફ, ગુજરાતના અધ્યક્ષ સ્થાને વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે ડૉ .હેમંત.આર.શર્મા , વિસ્તરણ શિક્ષણ નિયામક, નવસારી કૃષિ યુનિવર્સિટી, પી.આર.માંડાણી .જીલ્લા ખેતીવાડી અધિકારી, મિસ.સુજા.સીબુ,ડી.ડી.એમ.નાબાર્ડ, પી.એસ.રાંક, નાયબ કૃષિ નિયામક, વિસ્તરણ,ભરૂચ, એચ.ડી.પટેલ, નાયબ બાગાયત નિયામક,ભરૂચ, ડૉ.કે.એલ.વસાવા,નાયબ પશુપાલન નિયામક, ભરૂચ, ડૉ.જયેશ.જે.પટેલ, પ્રોફેસર, કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચ, ડૉ. .ડી.એમ.પાઠક, પ્રોફેસર, કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચ, ડૉ.ડી.આર.પટેલ, સંશોધન વૈજ્ઞાનિક, રિઝનલ કપાસ સંસોધન કેન્દ્ર, ભરૂચ, ડૉ.સંદીપ.સી.સાંગાણી, મદદનીશ,પ્રાધ્યાપક,બાગાયત,પ્રોફેસર, મહેશ.ડી.લાડ,મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, રાજેન્દ્રભાઈ પટેલ ,એરિયા મેનેજર,આગાખાન,સંસ્થા,નેત્રંગ, રાકેશ.આર.કુમાર ,ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર,આત્મા પ્રોજેક્ટ, ભરૂચ, સોહંગ ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર ,કસ્તુરબા સેવા આશ્રમ, ચાસવડ, શૈલેષ બી જાદવ, ફોરેસ્ટ ઓફિસર,વાલીયા તેમજ પ્રગતીશિલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
શરૂઆતમાં કે.વી.કે ચાસવડના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્રભાઈ પટેલે મિટિંગમાં આવેલ સર્વે મહેમાનોને આવકારી ગત વર્ષ યોજાયેલ વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની મિનીટસનું વાંચન કરી એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો તેમજ કેવીકેના વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ નો પ્રગતિ અહેવાલ અને વર્ષ ૨૦૨૫ -૨૦૨૬ આયોજન અહેવાલ રજૂ કરેલ હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જયંતી આર મોરી દ્વારા બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતી કામગીરીથી પ્રભાવિત થયા હતા તેમજ તેમણે ઉપયોગી સલાહ સૂચન આપ્યા હતા. ડૉ .હેમંત.આર.શર્મા, વિસ્તરણ શિક્ષણ નિયામક દ્વારા કેવીકે ભરુચ દ્વારા ચાલતી કૃષિ પ્રવૃતિઓને બિરદાવી હતી અને વિવિધ સંસ્થા સાથે જોડાઈને ખેડૂતો સાથેની કામગીરીની પ્રસંસા કરી હતી સદર મિટિંગમાં ઉપસ્થિત અન્ય સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂત પ્રતિનિધિ મોદી જ્યોતીન્દ્ર મનહરલાલ, વસાવા પૂનાભાઈ છીતાભાઈ અને કૃતિકભાઈ પટેલને કેવીકે દ્વારા આપવામાં આવેલ વિવિધ પાકોના નિદર્શનો વિષે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.



