MORBI:અજાણ્યા કારણોસર મરણ પામનાર મૃતકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ!
MORBI:અજાણ્યા કારણોસર મરણ પામનાર મૃતકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ!
( અહેવાલ:- શ્રીકાંત પટેલ વાત્સલ્યમ્ સમાચાર મોરબી )
મોરબી તાલુકા વિસ્તારમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિ ની લાશ મળી આવી હતી જે મૃતક વ્યક્તિ વિશે કોઈ પાસે જાણકારી હોય તો પોલીસ સ્ટેશન નાં નં.૬૩૫૯૬૨૬૦૬૬ અથવા તપાસ કરનાર પો.હે.કોન્સ. નાં ૯૯૦૪૭૧૩૨૪૭ ઉપર સંપર્ક કરવો! મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં અજાણ્યા કારણોસર મૃત્યુ પામનાર મૃતકની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મોરબીએ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તારીખ ૧૪/૯/૨૦૨૫ ના ૧૨:૧૦ કલાક પહેલા કોઇપણ સમયે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં સ્પેલ કારખાના તરફ તેમજ વાડી વિસ્તાર તરફ જતા કાચા રસ્તા પાસે ટ્રેસા કારખાનાની પશ્ચિમ દિવાલ પાસે અજાણ્યા કારણોસર મૃત્યુ પામતા તેની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. કરાવી ત્યાંના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતકનાં વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.હે.કોન્સ.ના ૯૯૦૪૭ ૧૩૨૪૭ અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર ૬૩૫૯૬૨૬૦૬૬ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.