GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI – રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આજે વાર્ષિક ઇન્સ્પેકશન માટે મોરબીની મુલાકાતે

MORBI – રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ આજે વાર્ષિક ઇન્સ્પેકશન માટે મોરબી મુલાકાતે

 

 

Oplus_131072

રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ આજે વાર્ષિક ઇન્સ્પેકશન માટે મોરબી મુલાકાતે આવ્યા હતા ત્યારે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીલ્લા એસપીની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી અને ઉદ્યોગકારોના પ્રશ્નો સાંભળ્યા હતા પરંતુ વ્યાજખોરોના ત્રાસ, જમીન દબાણ સહિતના પ્રશ્નો લઈને આવેલા અરજદારોને પોલીસ સ્ટેશનના હેલ્પ ડેસ્કની મદદ લેવા કહી દેવામાં આવ્યું હતું અને ઉદ્યોગકારો સાથે લાંબી બેઠક બાદ માછલા ધોવાતા મને કમને સામાન્ય અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા જોકે મોટાભાગનાને પોલીસ સ્ટેશન જવાની સુચના આપવામાં આવી હતી

Oplus_131072

૩૫ અરજીઓ આવી, પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્ન કરતા હોવાનો ધારાસભ્યોનો દાવો

આજે એસપી કચેરીએ લોક દરબાર મામલે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે આજે કુલ ૩૫ અરજીઓ આવી હતી જેમાં વ્યાજ, જમીન દબાણ જેવા પ્રશ્નો હતા તે સાંભળી તમામને ન્યાય આપવાની ખાતરી આપી હતી તો ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પણ વ્યાજખોરોના ત્રાસ સહિતના પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે તેવી વાતો કરી હતી

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનો રેંજ આઈજીનો દાવો

Oplus_131072

મોરબી એસપી કચેરી ખાતે રેન્જ આઈજી અશોક યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સિરામિક, પેપરમિલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની સાથે બેઠક યોજવામાં આવી

બેઠક મામલે રેન્જ આઈજીએ જણાવ્યું કે સરકાર દ્વારા ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત અપાવવા માટે એક વર્ષ પૂર્વે SITની રચના કરવામાં આવી હતી. તેની કામગીરીની આજે સમીક્ષા કરવામાં આવી છે. એક વર્ષમાં SITએ ઉદ્યોગકારોના ફસાયેલા રૂ.38 કરોડમાંથી રૂ.19 કરોડ પરત અપાવ્યા છે. બીજા રાજ્યમાં ફસાયેલા નાણાં પરત મેળવવા SITમાં વધુ બે પીઆઈ મુકવામાં આવશે. ઉપરાંત એસપી દરરોજ SITની કામગીરીની સમીક્ષા કરશે. આજની બેઠકમાં ટ્રાફિક, લોન, વ્યાજખોર સહિતના મુદ્દે ચર્ચા થઈ છે.
કોઈ પણ કનડગત નથી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે તેવું તેઓએ જણાવ્યું સિરામિક એસો.પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે SITમાં 200 અરજીઓ પેન્ડિંગ છે. 400 કરોડ ફુસાયેલ છે. કામગીરી ઝડપી બનાવી સ્ટાફ વધારશે. તેવું રેન્જ આઈજીએ જણાવ્યું છે. અત્યાર સુધીમાં 57 અરજીઓ આપવામાં આવી છે. જેમાં 37 અરજીઓનો નિકાલ થયો છે.રેન્જ આઈજીએ જણાવ્યું કે ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ વિભાગ શક્ય તેટલા પ્રયાસ કરી રહ્યું છે. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટ્રાફિક હળવું ક૨વા સાંજે 6થી 8 દરમિયાન રોડ ઉપર ટ્રકોની હેરફેર શક્ય બને તેટલી ઘટાડવામાં આવશે. સિરામિક એસો. પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે સાંજે 6થી 8 દરમિયાન ટ્રકોના લોડીંગ- અનલોડીંગ પછી ટ્રકોને ફેકટરી બહાર છોડવામાં ન આવે તેવી તમામ ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવશે

Oplus_131072

મોરબી ખાતે રેન્જ આઇજી અને એસપી અને ધારાસભ્ય ની હાજરીમા અરજદાર આકરા પાણીએ

Oplus_131072

Box રેન્જ આઇજી સમક્ષ અરજદારે જણાવ્યું કે દુર્લભજી ભાઈ આમારા ગામમાં પણ સાંભળવા હાજર રહેતા નથી અરજદાર ની રજુઆતસામે આવતા ટંકારા ધારાસભ્ય ને પસીનો છૂટયો એક તરફ દુર્લભજી ભાઈ મીડિયામાં જવાની ના પાડે બીજી તરફ રજૂઆત સાંભળવા પણ આવતા નથી..

Oplus_131072

Box મોરબીના હાલ ના LCB પીઆઇ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ કરી છે પણ અમને ન્યાય નથી મળતો પોલીસ જ ખોટી જુગાર ની રેડ કરી પૈસા પડાવવાના કામ કરે તો પ્રજા કયા જાય?*બે વર્ષ પહેલા ખોટી જુગારની રેડ ત્યારના સીટી પીઆઇ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી આજ દિવસ સુધી ન્યાય મળ્યો નથી હવે પ્રજા જાય કોની પાસે

Oplus_131072

Box વ્યાજ ખોરોના ત્રાસ થી મારાં છોકરા નું મોત થયું છે પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી નથી જેથી અમને ન્યાય મળતો નથી 60 લાખના 1.5 કરોડ ખેતર વેચી ને ચૂકવ્યા છતાં પણ ઉઘરાણી કરવા ઘરે આવતા ફરિયાદ કરી તેને 6 મહિના થયા હજુ એક પણ આરોપી ને પકડ્યો નથી આજ દિવસ સુધી ન્યાય મળ્યો નથી હવે જાય કિયા..?: અરજદાર

Back to top button
error: Content is protected !!