GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકામાં અજાણી લાશની ઓળખ મેળવવા અનુરોધ કરાયો

MORBI:મોરબી તાલુકામાં અજાણી લાશની ઓળખ મેળવવા અનુરોધ કરાયો

 

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અકસ્માત મોત મુજબ મૃત્યુ પામનાર વિક્રમસિંહ મહેન્દ્રસિંહ, ઉંમર વર્ષ આશરે ૩૪, ધંધો- મજુરી, હાલનું રહેઠાણ લગધીરપુર રોડ પર આવેલ ઓક્ટીવા સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં, તાલુકા-જિલ્લા મોરબીમાં ગત તારીખ ૨૯/૦૧/૨૦૨૫ ના ૦૮:૩૦ કલાકના કોઈ અગમ્ય કારણોસર મૃત અવસ્થામાં મળી આવેલ છે.

આ મૃતકનું પોસ્ટમોર્ટમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે આવ્યું હતું. જેના ડાબા હાથમા અંગ્રેજીમા D.J. તથા ફુલની આકૃતિ ત્રોફાવેલ છે અને જમણા હાથમાં હિન્દીમાં તાજ શબ્દ ત્રોફાવ્યો છે. તેના શરીર પર લાલ રંગનું જેકેટ, રાખોડી રંગનું ટી-શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરેલું હતું.

હતભાગીની ઓળખ મેળવવા અને તેમના વાલી-વારસનો સંપર્ક થાય તે હેતુથી હાલમાં આ લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી છે. આ અંગે વધુ માહિતી મેળવવા ૦૨૮૨૨-૨૪૨૫૯૨ અને ૯૯૭૯૦૧૯૫૮૩ આ નંબરો પર સંપર્ક સાધી શકાશે. તેમ એ.એસ.આઈ. શ્રી જે.આર.ગોગરા, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!