GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા બી.કોમ. સેમેસ્ટર 5 (ન્યુ કોર્ષ – 2019) નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું

 

MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા  બી.કોમ. સેમેસ્ટર 5 (ન્યુ કોર્ષ – 2019) નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું

 

 

MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 5 (ન્યુ કોર્ષ – 2019) નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું 92% જેટલું રીઝલ્ટ મેળવીને યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે. છેલ્લાં 12 વર્ષોથી આવા ઝળહળતાં રીઝલ્ટ માટે ક્વોલિટી બૈઝ્ડ એજ્યુકેશન આપીને સૌરાષ્ટ્રની એક અગ્રણી અને નામાંકિત કોમર્સ/મેનેજમેન્ટ કોલેજ તરીકે ઉભરી આવી છે.

કોલેજમાં પ્રથમ નંબરે દેત્રોજા નેન્સી કાંતિલાલભાઈ 612/700,

બીજા નંબરે પરમાર તેજલ સુરેશભાઈ 596/700,

ત્રીજા નંબરે બરાસરા ઈતિશા હસમુખભાઈ તથા રબારી કોમલ નાગજીભાઈ 588/700,

માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર જિલ્લા તથા સૌરાષ્ટ્રમાં ગુંજતું કર્યું છે.

તદુપરાંત Management Accounting વિષયમાં 12 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવ્યા હતાં. સાથોસાથ Accounting વિષયમાં 4 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી જે તે વિષયમાં સોનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને અભ્યાસ માટેની નવીનત્તમ પદ્ધતિઓની પહેલ કરવામાં કોલેજનો ટિચિગ સ્ટાફ હરહંમેશ પ્રયત્નશીલ રહે છે.

સર્વે વિધાર્થિનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ શ્રી ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ શ્રી અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ શ્રી મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!