ત્રણ લાખના ચેક રિટર્ન કેસમા આરોપીની ને બદલે અન્ય ઈસમને નામે નોટીસ,ફરિયાદ આપ્યાનુ પુરવાર થતા કાલોલ કોર્ટે ફરિયાદ રદ કરી.

તારીખ ૦૩/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના એડી. ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટ મા વર્ષ ૨૦૨૦ મા દાખલ થયેલ ફરિયાદમાં ફરિયાદી નાસીરઅલી અબ્દુલસમદ અંસારી રે. પરષોત્તમનગર સોસાયટી કાલોલ દ્વારા કાલોલ મોગ્લવાડા મા રહેતા ઐયુબખાન હમીદખાન પઠાણ સામે રૂ ૩ લાખના ચેક રિટર્ન ની ફરીયાદ કરી હતી જેની મુખ્ય વિગત મુજબ તેઓ બન્ને મિત્રો થતા હોય બન્ને એ મચ્છી નો વ્યાપાર કરવા નકકી કરેલ અને દરેકે રૂ ૫૦,૦૦૦/ કાઢવા નકકી કરેલ ત્યારબાદ આરોપી ને બોટ લાવવાની હોવાથી રૂ ૩ લાખ ઉછીના માંગતા ફરિયાદીએ પોતાના પિતા અને બહેન પાસેથી રૂ ૧,૯૦,૦૦૦/ લીધા અને પોતાની પાસેના રૂ ૧,૧૦,૦૦૦/ મલી રૂ ૩ લાખ ઉછીના આપેલા અને ત્રણ માસ પછી આરોપીએ રૂ ૩ લાખનો ચેક તા ૦૯/૦૧/૨૦૨૦ ના રોજ નો આપ્યો હતો. જે ચેક ફરિયાદીએ પોતાના બેંક ખાતામાં જમા કરાવતા અપુરતા ભંડોળ ને કારણે રિટર્ન થયો હતો.જે અંગેની ફરીયાદ કાલોલ ના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરતાં આરોપી પોતાના એડવોકેટ જયદીપ સોલંકી મારફતે હાજર થયા હતા અને કેસ પુરાવા માટે આવતા આરોપી તરફે એડવોકેટ જે બી જોશી એ ફરિયાદીની ઉલટ તપાસ કરી હતી. ઉલટ તપાસમાં મહત્વની હકીકત ખુલી હતી કે ફરિયાદીને આપેલ ચેક ઐયુબખાન અહમદખાન પઠાણ ના નામનો હતો જેથી આરોપી ઐયુબખાન અહમદખાન પઠાણ ને નોટીસ આપવાને બદલે ઐયુબખાન હમીદખાન પઠાણ ને આપી છે.વધુમા ફરિયાદ એને સરતપાસ ની જુબાની મા પણ ઐયુબખાન હમીદખાન પઠાણ નુ નામ છે તેવી હકીકત સ્પષ્ટ થઈ હતી. આરોપી તરફે એડવોકેટ જે બી જોશી દ્વારા દલીલો કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષે આરોપી ઐયુબખાન અહમદખાન પઠાણ અને ઐયુબખાન હમીદખાન પઠાણ બન્ને એક જ વ્યકિત છે તેવો પણ કોઇ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી જેથી ચેક લખનાર અને નોટીસમા જણાવેલ વ્યકિત અલગ અલગ હોવાથી નોટીસ બીજી ગયેલ હોવાનુ પણ પુરવાર થયુ નથી જે આધારે કાલોલ ના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર જી યાદવે એપેક્ષ કોર્ટ ના વિવિદધ ચુકાદા અનુસાર ફરિયાદીની ફરિયાદ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપેલ છે.






