GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી શહેરમાં ગાયત્રીનગરમા જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ ઝડપાયા 

 

 

MORBI: મોરબી શહેરમાં ગાયત્રીનગરમા જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ ઝડપાયા

 

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમા શેરી નં -૦૩ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ૦૬ ઈસમોને રોકડ રૂપિયા ૧૬,૧૦૦ નાં મુદામાલ સાથે સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમા શેરી નં ૦૩ જાહેરમાં જુગાર રમતા ઈસમો પર રેડ કરી ૦૩ મહિલા સહિત છ ઈસમો શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા (ઉ.વ.૨૯) રહે.મોરબી ત્રાજપર ખારી કુબેર ખારી, જગદીશભાઇ ઉર્ફે જયદીપ શીવાભાઇ ખટાણા (ઉ.વ.૩૦) રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર, સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા (ઉ.વ.૩૦) રહે.મોરબી ત્રાજપર ખારી, કરૂણાબેન દિનેશભાઇ જીવણભાઇ (ઉ.વ.૨૮) રહે.લખધીરનગર નવાગમ તા.મોરબી, અંજનાબેન જગદીશભાઇ શીવાભાઇ ખાટાણા (ઉ.વ.૩૫) રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર, વનીતાબેન હરેશભાઇ અવચરભાઇ રાઠોડ (ઉ.વ.૨૯) રહે.મોરબી ત્રાજપર ખારીવાળાને રોકડ રૂપિયા ૧૬,૧૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!