BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: પિતા-પુત્ર પર ચપ્પુ વડે હુમલો, 25 દિવસ પછી પિતાનું મોત

સમીર પટેલ, ભરૂચ 

• નજીવી બાબતે પિતા પુત્ર પર ચપ્પુ ના ઘા કરયા હતા
• ⁠પિતા પુત્ર બેવ હતા ઇજાગ્રસ્ત, ૨૫ દિવસની સારવાર બાદ પિતાનું મોત
• ⁠પરિવારજનોનો હૈયાફાટ રુદન સાથે આરોપીઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની માગ

ભરૂચ નજીક આવેલા રહાડપોર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં 2 ઓગસ્ટે બનેલી ચોંકાવનારી ઘટનામાં પિતા-પુત્ર પર ચપ્પુ વડે થયેલા હુમલાનો ભોગ બની 65 વર્ષીય મકસુદ શેખે આજે જીવ ગુમાવ્યો છે.નજીવી બાબતે થયેલી મારામારી દરમિયાન આરોપીઓએ પિતા અને પુત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મકસુદ શેખ છેલ્લા 25 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે તેમના મોત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે સામે પક્ષના લોકો પર સખતથી સખત કાર્યવાહી કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!