GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ મહિલાને પિતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી

MORBI:માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ મહિલાને પિતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી

 

 

તારીખ:-8/10/2025 ના રોજ સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા જેમની ઉંમર આશરે 35 વર્ષ હશે તેઓ એકલા બેઠા છે ક્યાં જવું છે તે બાબતે પૂછવા છતાં કશું બોલતા નથી જેથી મદદની જરૂર છે


આ માહિતી મળતા જ ફરજ પરના કાઉન્સિલર પટેલ સેજલ મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ રસિકભાઈ સ્થળ પર પહોંચેલ 181 ટીમે સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપી સરળતાપૂર્વ કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તે કશું જણાવતા ન હોવાથી આજુબાજુના વિસ્તારમાં તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ મહિલા ની પોલીસ સ્ટેશનમાં ગુમસુદા ની અરજી થયેલ છે જેથી તેમના પિતાનો ફોન દ્વારા સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ હોય ત્યારબાદ તેમના પિતા સ્થળ પર આવતા તેમની દીકરી તેમના પિતાને ઓળખી જતા તેમની દીકરી તેમના પિતાને સોંપેલ ત્યારબાદ તેમના પિતાનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની દીકરી માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની દીકરી ઘરેથી કહ્યા વગર અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળેલ નહીં તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા સલાહ સૂચન માર્ગદર્શન આપી તેમના પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવેલ તેમના પિતાએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો

Back to top button
error: Content is protected !!