GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી બેટરીના પાણીના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

MORBI: મોરબી બેટરીના પાણીના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો અવનવા કિમીયા અજમાવી રહ્યા છે, પરંતુ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બેટરીના પાણીના બોક્સમાં છુપાવીને વિદેશી દારૂ મંગાવનાર મુખ્ય આરોપીને દબોચી લીધો છે.ખાનગી ટ્રાવેલ્સ દ્વારા ચાલતું હતું રેકેટ
​ઝડપાયેલ આરોપી સાહિલ ઉર્ફે સાહુ હનીફભાઈ પરમાર (રહે. રાજકોટ) ખાનગી ટ્રાવેલ્સની બસોમાં લગેજ તરીકે દારૂનો જથ્થો મંગાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ દારૂની ઓળખ છુપાવવા માટે તેના પર બેટરીના પાણીના બોક્સ હોવાનું લેબલ લગાવ્યું હતું અને પકડાય નહીં તે માટે બનાવટી બિલ પણ તૈયાર કર્યા હતા. મોરબીમાં પોલીસે કુલ ₹4,57,400 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 


​સુરત અને અમદાવાદ પોલીસનો પણ વોન્ટેડ
​આરોપીની કડક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સાહિલ માત્ર મોરબી જ નહીં, પણ અન્ય જિલ્લાઓમાં પણ વોન્ટેડ હતો સુરત ગ્રામ્ય (કામરેજ): વર્ષ 2024માં ₹15.82 લાખના દારૂના કેસમાં વોન્ટેડ.અમદાવાદ ગ્રામ્ય (બગોદરા): ₹4.72 લાખના દારૂના કેસમાં છેલ્લા 2 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો.મોરબી પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ સુરત અને અમદાવાદ પોલીસને પણ જાણ કરવામાં આવી છે જેથી જૂના ગુનાઓમાં તેની વધુ તપાસ થઈ શકે.

Back to top button
error: Content is protected !!