AHAVADANGGUJARAT

નવસારી જિલ્લામાં ૧૩૮ ગ્રામ પંચાયતો માટે ૨૬૨ મતદાન મથકો ઉભા કરાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મતદાન મથકો ખાતે ૨૩ આર.ઓ/એઆરઓ તથા ૧૮૩૭ જેટલા પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે..

નવસારી,તા.૦૩ નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. જે અન્વયે નવસારી જિલ્લામાં ૧૩૮ ચૂંટણી હેઠળની ગ્રામપંચાયતો છે. જેમાં ૧૪૯ સામાન્ય ચૂંટણીના મતદાન મથક તથા ૧૧૩ પેટા ચૂંટણી મતદાન મથકો મળી કુલ-૨૬૨ મતદાન મથકો ઉભા કરાશે છે.

નવસારી જિલ્લામાં સામાન્ય/વિભાજન યોજવા પાત્ર ગ્રામ પંચાયત કુલ-૫૬ અને પેટા ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયત ૮૨ મળી ચૂંટણી હેઠળની કુલ ગ્રામ પંચાયત ૧૩૮ છે. આ સાથે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી મુજબના વોર્ડ ૪૮૪ છે. જ્યારે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજવા પાત્ર સરપંચની સંખ્યા ૧૧ અને ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજવા પાત્ર વોર્ડ/સભ્યની સંખ્યા ૯૫ છે.

આ ઉપરાંત નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ માટે ૨૬૨ મતદાન મથકો ઉભા કરાશે. જેના માટે ૨૩ આર.ઓ/એઆરઓ તથા ૧૮૩૭ જેટલા પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.

Back to top button
error: Content is protected !!