MORBI મોરબીના માર્કેટ યાર્ડમાથી ઇંગ્લિશ દારૂની 108 બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા
MORBI મોરબીના માર્કેટ યાર્ડમાથી ઇંગ્લિશ દારૂની 108 બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી માર્કેટ યાર્ડની દુકાનો પાછળ ખૂલ્લી પડતર જગ્યામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦૮ કિં રૂ. ૮૯,૬૪૦ તથા હેરાફેરીમાં વપરાયેલ વેગનઆર કાર રજીસ્ટર નંબર -જીજે-૧૩- એન-૦૪૫૨વાળી કિં રૂ. ૨,૮૯,૬૪૦ ના મુદ્દામાલ આરોપી નઝીરભાઇ રહીમભાઇ સુમરા ઉવ.૩૪ રહે. રાજકોટ જામનગર રોડ માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી કૃષ્ણનગર સોસાયટી શેરી નં.૧૩ ભાડેથી જી.રાજકોટ મુળ રહે.મોરબી-૨ સો ઓરડી જી.મોરબી, પાંચારામ ઠાકરારામ તેતરવાલ બિશ્નોઇ ઉવ.૩૨ રહે. લુખુ બિશ્નોઇ કી ઢાણી તા. ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાન, સમીરભાઇ રફીકભાઇ પલેજા ઉવ.૨૫ રહે. મોરબી કાલીકા પ્લોટ-૬ બાવા અહેમદશા મસ્જિદ વાળી શેરી જી. મોરબીવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






