GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

MORBI મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયાં

 

 

મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસ સામે કુળદેવી પાન પાછળ મફતીયાપરામા ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસ સામે કુળદેવી પાન પાછળ મફતીયાપરામા ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો રાકેશભાઇ ભુપતભાઇ સકેરા (ઉ.વ-૨૦) રહે- સર્કીટ હાઉસ સામે કુળદેવી પાન પાછળ મફતીયાપરા મોરબી, પ્રતાપભાઇ સવસીભાઇ દેલવાણીયા (ઉ.વ-૨૮) રહે-હળવદ રોડ આઇ.ટી.આઇ પાછળ છાપરામા મોરબી તથા વિજયભાઇ પરસોતમભાઇ વડદોરીયા (ઉ.વ-૧૯) રહે-શકત-શનાળા શ્ક્તીમા ના મંદીર પાસે મોરબીવાળાને રોકડ રકમ ૧૨૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!