વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ અને નવસારી જિલ્લામાં રક્ષાબંધનનાં પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.તેમજ રક્ષાબંધન અને શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર એમ બંને પર્વ એક જ દિવસે હોવાથી ભગવાન શિવજીના મંદિરોમાં પણ સવારે ભક્તોની ભીડ જોવા મળી હતી.ભાઈ – બહેનનાં અખૂટ પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધનના શુભ દિવસે શ્રાવણીય સોમવાર અને રક્ષાબંધન એક જ દિવસે હોવાથી મંદિરોમાં વહેલી સવારે ભક્તોને ભીડ જોવા મળી હતી. તેમજ જિલ્લાભરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.રક્ષાબંધન પર્વમાં બહેનો ભાઈનાં કાંડા પર દોરા (રાખડી) બાંધે છે.જે શ્રદ્ધા, ત્યાગ અને સમર્પણની ભાવનાનો ત્રિવેણી સંગમ દર્શાવે છે.દરેક ભાઈ બહેન રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા હોય છે.તેમાય ભાઈ બહેન એકબીજા માટે વ્હાલનાં દરીયા સાથે મદદ માટે હંમેશા તત્પર થઈ ઊભા હોય છે. ત્યારે રક્ષાબંધનના પવિત્ર પાવન અવસર પર ડાંગ સહિત નવસારી જિલ્લામાં રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.સોમવારે બહેનોએ ભાઈના હાથે રાખડી બાંધી પોતાના ભાઈની રક્ષા માટેની પ્રાર્થના કરી હતી. તેમજ ભાઈઓએ પણ પોતાની બહેનને સુખ દુઃખમાં સહભાગી થવાની લાગણી વ્યક્ત કરી હતી.રક્ષાબંધનના પર્વને લઈને જિલ્લા ભર માં
<span;> રાખડીનાં દુકાનો તેમજ મીઠાઈ ની દુકાનોમાં ગ્રાહકોની ભીડનાં દ્રશ્યો જોવા મળ્યા હતા..