GUJARATHALOLPANCHMAHAL

હાલોલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે જન્માષ્ટમી ની ઉજવણી કરાઇ,મટકીફોડ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૮.૨૦૨૪

હાલોલ નગરના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 માં કૃષ્ણ-જન્માષ્ટમી ની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી.જેમાં ધો-5 થી 8 ના બાળકો દ્વારા કૃષ્ણ જન્મોસ્તવ અંગે નાટક નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે કૃષ્ણ લીલા અને નૃત્ય નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા ના બાળકો દ્વારા વિવિધ પાત્રો કૃષ્ણ, કંસ, દેવકી,વાસુદેવ,યશોદા,રાધા જેવા વિવિધ પાત્રો ને લઈ અભિનય સાથે નૃત્ય કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન શ્રી હાલોલ મહાજન ઉંચ્ચ શિક્ષણ મંડળ ના માનદ મંત્રી સમીરભાઈ શાહ સાથે કમિટી મેમ્બર મુકુંદભાઈ દેસાઈ એ પોતાની હાજરી આપી ભગવાન કૃષ્ણ ના બાળ સ્વરૂપ ને પારણે ઝુલાવી દહીં અને સાકર થી મોં મીઠું કરાવી કૃષ્ણજન્માષ્ટમી ના આ કાર્યક્રમનું દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યું હતું.આમ કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો દ્વારા હર્ષોઉલ્લાસ સાથે નંદ ઘેરા નંદ ભયો ના નાદ સાથે મટકીફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ દ્વારા પધારેલ મહેમાન નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!