MEHSANAVISNAGAR

કાજીઆલિયાસણ ગામ પાસે આવેલ બ્રિજ રીપેરીંગનું કામ પ્રગતિ માં હોવાથી રસ્તા પર ડાયવર્ટ જાહેર કરાયા

વિસનગર-ઉઝા હાઈવે પરના ટ્રાફીક માટે આ રૂટ મુજબ વાહનોને ડાયવર્ટ કરવા હુકમ ફરમાવેલ છે.

વિસનગર,

કાજીઆલિયાસણ ગામ પાસે આવેલ બ્રિજ રીપેરીંગનું કામ પ્રગતિ માં હોવાથી રસ્તા પર ડાયવર્ટ જાહેર કરાયાબ્રીજના એકસ્પાન્શન જોઈટ તથા બેરીંગ બદલવાની કામગીરી કરવાની થાય છે. જેમાં બીજના સ્લેબને ઉંચો ઉપાડી કામગીરી કરવાની થાય છે. જેના લીધે ટ્રાફીક બંધ કરી અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવાનો થાય છે. આ રસ્તા તા.૨૦/૦૯/૨૦૨૪ સુધી બંધ કરી નીચે મુજબ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે. હાલનો રૂટ -વિસનગર થી દેણપ થી કહોડા થઈ સિધ્ધપુર તરફ બધા જ પ્રકારના વાહનનો વૈકલ્પિક રૂટ વિસનગર થી ઉઝા થઈ સિધ્ધપુર જશે. તેમજ હાલનો રૂટ વિસનગર થી દેણપ કહોડા તરફ ફક્ત નાના વાહનો (સ્થાનિક રહેવાસીઓ માટે) વિસનગર થી છોગાળા થી દેણપ થઈ કહોડા જશે.આ વિગતે કાર્યપાલક ઈજનેરશ્રી, મા.અને મ.વિભાગ, સ્ટેટ, મહેસાણા ની ભલામણ ઉચિત જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મહેસાણા સુભાષ સી.સાવલીયા દ્વારા આ બાબતે વિસનગર-દેણપ-કહોડા રોડ કિ.મી.૧૦ સુધી રસ્તા ઉપર હાલમાં કાજીઆલિયાસણ ગામ પાસે આવેલ બીજ રીપેરીંગનું કામ પ્રગતિમાં હોઈ, લોકોના જાનમાલને નુકશાન ન થાય તથા કામગીરીમાં અડચણો ન આવે તે સારૂ ગુજરાત પોલીસ (સને ૧૯૫૧ ના ૨૨ મા) અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) થી તેમને મળેલ સત્તાની રૂએ વિસનગર-ઉઝા હાઈવે પરના ટ્રાફીક માટે આ રૂટ મુજબ વાહનોને ડાયવર્ટ કરવા હુકમ ફરમાવેલ છે.

વિસનગર થી સિધ્ધપુર જવા આવવા તમામ વાહનો માટે વિસનગર થી ઉંઝા થઈ સિધ્ધપપુર જવું.

વિસનગર થી દેણપ કહોડા જવા આવવા ફકત નાના વાહનો (સ્થાનિક રહેવાસીઓ માટે) વિસનગરથી છોગાળા થી દેણપ થઈ કહોડા જવું. આ જાહેરનામાનો અમલ તા.૦૪/૦૯ થી તા.૨૦/૦૯/૨૦૨૪ સુધી રહેશે.

Back to top button
error: Content is protected !!