MORBI મોરબીના લીલાપર રોડ પરથી દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપાઈ

MORBI મોરબીના લીલાપર રોડ પરથી દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપાઈ
મોરબી એલસીબી ટીમે લીલાપર રોડ પર રહેતા આરોપી રણજીત નાગજી દેગામાંના કબ્જા વાળા ડેલામાં બાતમીને આધારે રેડ કરી હતી ઢોર બાંધવાના ડેલામાં ગેરકાયદે દેશી દારૂ બનાવવાનો આથો ગાળી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો મળી આવ્યો હતો સ્થળ પરથી ગરમ આથો ૨૦૦ લીટર કીમત રૂ ૫૦૦૦, ઠંડો આથો ૪૦૦ લીટર કીમત રૂ ૧૦,૦૦૦ દેશી દારૂ ૯૦ લીટર કીમત રૂ ૧૮,૦૦૦ અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૬૨,૪૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી તુલશી રણછોડ પરમારને ઝડપી લીધો છે તો અન્ય આરોપી રણજીત નાગજી દેગામાંનું નામ ખુલ્યું છે
બીજી રેડ લીલાપર રોડ ઇંટોના ભઠ્ઠા પાસે આવેલ વોકળા કાંઠે કરી હતી સ્થળ પરથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસે ગરમ આથો ૧૦૦ લીટર કીમત રૂ ૨૫૦૦, ઠંડો આથો ૩૦૦ લીટર કીમત રૂ ૭૫૦૦ દેશી દારૂ ૭૦ લીટર કીમત રૂ ૧૪,૦૦૦ અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૨૬,૭૦૦ નો મુદામાલ કબજે લીધો છે આરોપી તુલશી રણછોડ પરમારને ઝડપી લેવામાં આવ્યો છે અન્ય આરોપી સંજય નાગજી દેગામાંનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે






