MORBI મોરબી પાડા પુલ પરથી બે લોકોએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું

MORBI મોરબી પાડા પુલ પરથી બે લોકોએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું
મોરબીના પાડા પુલ પરથી બે યુવાનોએ નદીમાં કુદકો માર્યો હોવાની માહિતીના આધારે મોરબી ફાયરની ટીમ અને પોલીસની ટીમ દોડી આવી હતી તો સ્થાનિક લોકોના ટોળા પણ એકઠા થયા હતા.બંને લોકોની શોધખોળ સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ દ્વારા ચાલવામાં આવી રહી છે
મોરબીના પાડા પુલ પરથી બે યુવાનોએ નદીના કુદકો માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.તો ધટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને રોડ પરથી પસાર થતા લોકો પુલ પર એકઠા થયા હતા તો સામાજિક કાર્યકર જગદીશ બાંભણીયા અને રાજુ દવે સહિતના સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી બાદમાં ફાયરની ટીમને જાણ કરવામાં આવતા જાણ કરવામાં આવતા બોટ સાથે દોડી આવીને બંને યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવીને લોકોને નદીથી દુર ખસેડી રહી છે તો લોકોના ટોળા એકઠા થતા ટ્રાફિક જામ સર્જાયો હતો જેથી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે








