MORBI મોરબીના ગીડચ રોડપર ડમ્પર ચાલકે બાઈકને હડફેટ બે યુવકના મોત

MORBI મોરબીના ગીડચ રોડપર ડમ્પર ચાલકે બાઈકને હડફેટ બે યુવકના મોત
મોરબી પંથકમાં બેફામ દોડતા ડમ્પર ચાલકોનો ત્રાસ ઓછો હોય તેમ સિરામિક ઝોનમાં પાણીના ટેન્કર પણ છાશવારે અકસ્માત સર્જતા હોય છે માતેલા સાંઢની જેમ દોડતા પાણીના ટેન્કરે ગીડ્ચ રોડ પર બુલેટને ઠોકર મારી હતી અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા છે તો એક યુવાનને ઈજા પહોંચી હતી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ગીડચ ગામે રહેતા ભાવેશ લાભુભાઈ ટીડાણી (ઉ..૨૪), મહેશ પ્રેમજીભાઈ કુંવરીયા (ઉ.વ.૨૭) અને અનીલ પ્રેમજીભાઈ કુંવરીયા એમ ત્રણેય યુવાનો ગીડ્ચ ગામથી મોરબી યાર્ડ કામકાજ અર્થે આવતા હતા ત્યારે ગીડ્ચ પાનેલી રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા પાણીના ટેન્કરે યુવાનોના બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં ભાવેશભાઈ ટીડાણી અને મહેશભાઈ કુંવરીયા એમ બે આશાસ્પદ યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અનિલભાઈ કુંવરીયાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે
વધુમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે પાણીના ટેન્કરનો ત્રાસ તેમના ગામ આસપાસ અસહ્ય બની ગયો છે અગાઉ પાનેલીના તળાવમાંથી મોરબીને પીવાનું પાણી આપવામાં આવતું હતું હવે આ પાણીનો ઉપયોગ સિરામિકમાં કરવામાં આવી રહ્યો છે રાતાવીરડા સરતાનપર રોડ પર આવેલા એકમોમાં પાણી પહોંચાડવા પાણીના ટેન્કર આખો દિવસ દોડતા રહે છે અવારનવાર અકસ્માત કરે છે છતાં પોલીસ મુક પ્રેક્ષક બની રહી છે જેથી આવા ઈસમો વિરુદ્ધ લગામ કસવા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે તો બે આશાસ્પદ યુવાનોના મોતને પગલે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે








