GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI વિરપરડા સુમરા પરિવાર દ્વારા હાજીપીર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

 

 

MORBI વિરપરડા સુમરા પરિવાર દ્વારા હાજીપીર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

 

મોરબી: જામનગર મુખ્ય હાઇવે પર આવેલા કાળ ભૈરવ મંદિર પાસે, વિરપરડા સુમરા પરિવાર દ્વારા હાજીપીર સેવા સમિતિના નેજા હેઠળ હાજીપીર જતા પદયાત્રીઓ માટે એક ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ વિરપરડા ગામ ના પાટિયા પાસે શરૂ કરવામાં આવ્યો છે.
આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, પાણી અને ગરમાગરમ જમવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પદયાત્રીઓની સુખાકારી માટે મેડિકલ સેવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પ પદયાત્રીઓની સેવા માટે ૨૪ કલાક ખુલ્લો રહેશે.


વિરપરડા સુમરા સમાજના સ્વયંસેવકે જણાવ્યું કે, છેલ્લા 35 વર્ષ થી “અમારો સમાજ હંમેશા પદયાત્રીઓની સેવા માટે તત્પર રહે છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે શક્ય તમામ સુવિધાઓ પૂરી પાડવાનો અમારો પ્રયાસ રહેશે.”આ કેમ્પ પદયાત્રીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે અને તેમને તેમની યાત્રા દરમિયાન આરામ અને સુવિધા પૂરી પાડશે.

Back to top button
error: Content is protected !!