દામાવાસ ગ્રામ પંચાયતના તલાટીનો વિદાય સમારંભ અને નવીન તલાટી નો સત્કાર સ્વાગત કાર્યક્રમ યોજાયો.

અહેવાલ:- પ્રતિક ભોઈ
દામાવાસ ગ્રામ પંચાયતના તલાટીનો વિદાય સમારંભ અને નવીન તલાટી નો સત્કાર સ્વાગત કાર્યક્રમ યોજાયો.
તાજેતરમાં સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા કેટલાય તલાટી કમ મંત્રીઓની બદલીઓ થયેલ છે જેના અનુસંધાને આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી તરીકે છેલ્લા ચાર વર્ષથી સેવા આપતા શ્રીમતી મિતલબેન ચૌધરી ની સેવા ને બિરદાવી તેમનો વિદાય સમારંભ ભવ્ય સરપંચ શ્રીમતી પુષ્પાબેન ડાભીના અધ્યક્ષ સ્થાને યોજાયો અને નવીન આવતા તલાટી કમ મંત્રી શ્રી અમૃતભાઈ ગમાર ને સત્કાર સ્વાગત કાર્યક્રમ સાથે નવીન પંચાયત મહિલા સદસ્યા શ્રીમતી ગૌરીબેન રામ જીયાણી નું સન્માન કરવામાં આવેલ હતું આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ શ્રી રામાભાઇ વણઝારા સદસ્યો શ્રી ઠાકોરભાઈ શ્રીમતી સોનલબેન સેવા મંડળી ચેરમેન શ્રી મોહનભાઈ અને સેક્રેટરી શામજીભાઈ ગ્રામ આગેવાનો વિઠ્ઠલભાઈ મુખી દિનેશભાઈ ચાર તાલુકા મંત્રીશ્રી બાબુભાઈ તેમજ અરવિંદભાઈ મેતાપસિંહ વણઝારા તેમજ ગ્રામ આગેવાનો જોડાઈ મિતલબેન ચૌધરીની સેવાઓને બિરદાવેલ હતા અને અમરતભાઈ ગમાર ને આવકારેલ હતા



