GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર તાલુકાના પલાસ ચોકડી થી લુણસર સુધી રસ્તો ત્વરિત રીપેર કરવાની માંગ.

MORBI:આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર તાલુકાના પલાસ ચોકડી થી લુણસર સુધી રસ્તો ત્વરિત રીપેર કરવાની માંગ.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં જવાનો રસ્તો અતિશય ભયંકર અને બિસ્માર હાલત માં છે… લુણસર ગામમાં રહેતા રહીશો અને શિક્ષકો ને વાંકાનેર કે આજુ બાજુ ના કોઈ પણ ગામ માં જવા માગે રોજે રોજ આ મગર ની પીઠ સમાન રસ્તા ઉપર પારાવાર મજબૂરી ની સાથે ચાલવું પડે છે… લુણસર થી વાંકાનેર અભ્યાસ માટે જતા બાળકો અને નાના મોટા ધંધા માટે જતા લોકો ને પણ આ ખરાબ રોડ ના લીધે સમય નો વ્યય થાય છે અને કાયમ માટે અકસ્માત નો ભય રહે છે…. તો પલાશ ચોકડી થી લુણસર ગામ સુધી નો બિસ્માર રસ્તો ત્વરિત રીપેર કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી ના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવે છે….







