DAHODFATEPURAGUJARAT

ફતેપુરા તાલુકાના વટલી ગામના સંગાડા ફળિયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ અપાયું

તા.૨૨.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Fatepura:ફતેપુરા તાલુકાના વટલી ગામના સંગાડા ફળિયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ અપાયું

મલેરિયા, ડેન્ગ્યું, ટીબી અને સિકલસેલ જેવા રોગો વિષે જાણકારી અપાઈ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ વટલી ગામ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય તિલાવતના માર્ગદર્શન હેઠળ સંગાડા ફળિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં વાહકજન્ય રોગ વિશે માહિતી આપવામાં આવી હતી વરસાદી ઋતુમાં મેલેરીયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. મચ્છર ઉત્પતિ અટકાવો, મેલેરીયાથી બચો, ઘરની આજુ બાજુ પાણીનો ભરાવો થવા દેશો નહીં, ભરેલા પાણીને વહેવડાવી દો, પાણીના નાના-નાના ખાબોચિયા પૂરી દેવા, કાયમી ભરાઈ રહેલા પાણીમાં પોરા ભક્ષક માછલી અવશ્ય મૂકવી, ઘરની આજુ બાજુ પાણી ભરાઈ રહેલા નકામા પાત્રોનો યોગ્ય નિકાલ કરવો જેવી અગત્યના મુદ્દાઓ પર ચર્ચા સહિત સમજણ આપવામાં આવી હતી.મેલેરીયાના લક્ષણો – ધ્રુજારી સાથે સખત તાવ અને ઠંડી લાગે – માથું દુઃખવું, શરીર દુઃખવું, કળતર થાય – ઊબકા અને ઉલટી થાય, તાવ ઉતરે ત્યારે ખૂબ પરસેવો વળે મેલેરીયાથી બચવાનો એક જ ઉપાય વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર- તાવ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર/આરોગ્ય કાર્યકર પાસે લોહીની તપાસ મફત કરાવો અને મેલેરીયા હોય તો સંપૂર્ણ સારવાર મફત મેળવો – રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો – મચ્છર ભગાડવાની અગરબતી અને લીમડાના પાનનો ધુમાડો કરવો – સવાર અને સાંજે ઘરના બારી અને બારણા બંધ રાખવા – આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા ડેન્ગ્યુ વિશે જાણીએ- જુલાઈ મહિનો ડેન્ગ્યુ વિરોધી માસ – ઍડીસ-ઈજિપ્તિ પ્રકારના ચેપી માદા મચ્છરદિવસે કરડતાં ડેન્ગ્યુ રોગ ફેલાય છે- મચ્છર એક ચમચી જેટલાં સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઈંડા મૂકી શકે છે- ઘર, કાર્યસ્થળ તેમજ આસપાસ, ધાબા પર સંગ્રહિત કરેલ ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ડેન્ગ્યુના મચ્છર પેદા થાય છે ડેન્ગ્યુના લક્ષણો- અચાનક ખૂબ તાવ આવે, 3 થી 7 દિવસ સુધી તાવ રહે- આંખના ડોળાની પાછળ દુ:ખાવો થાય તેમજ કપાળમાં સતત દુઃખાવો થાય- તાવ સાથે ઊલટી અને ઉબકા થાય, ભૂખ ના લાગે- સાંધા તેમજ સ્નાયુઓમાં દુ:ખાવો થાય- ક્યારેક હાથ અને ચહેરા પર ઓરી જેવા દાણા દેખાય- આ લક્ષણ જોવા મળતા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો સાવચેતી જ સમજદારી – હંમેશા જમતા પહેલા સાબુ થી હાથ અવશ્ય ધોવા- પાણી ને ઉકાળીને પીવુ- ક્લોરિન યુક્ત પાણી પીવુ- સ્વચ્છ અને સ્વાસ્થવર્ધક ખોરાક લેવો આ સાથે વિદ્યાર્થીઓને આરોગ્યના અન્ય રોગ જેવા કે, ટીબી,સીકલસેલ જેવી બીમારી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન માધવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શાળાના શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!