ગોધરામાં ‘મેરા યુવા ભારત’ અને શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા સરકારી યોજનાઓ પર વર્કશોપ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા 


ભારત સરકારના યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત ‘મેરા યુવા ભારત ગોધરા’ અને શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે “વર્કશોપ ઓન ફ્લેગશિપ સ્કીમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા ભાઈ-બહેનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવાનો હતો.
વર્કશોપ દરમિયાન, ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યુવાનોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવાઓ અને ઓનલાઈન વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવાનોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.
આ વર્કશોપ બાદ “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારી કેળવવાનો પ્રેરણાદાયક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અનેક મહાનુભાવો જેમાં લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર એસ. કે. રાવ, બરોડા સ્વયંરોજગાર સંસ્થાનના ડાયરેક્ટર ગાયત્રી શર્મા, નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક રાજેશ ભોંસલે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગોધરામાંથી આસિસ્ટન્ટ કમિશનર કાર્તિક વસાવા અને ઉદ્યોગ અધિકારી લલિત જાજૂ, જિલ્લા બાળ સુરક્ષા એકમ ગોધરાથી સ્નેહા ગોસાવી, માય ભારત ગોધરાના જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલ ચોરમલે, તેમજ કોલેજના પ્રોફેસર રૂપેશ નાકર અને ગૌતમ ચૌહાણનો ઉપસ્થિત રહ્યા હતા.





