સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં, શૌચાલય,માર્કેટ તેમજ મુખ્ય માર્ગ તેમજ સાબલપુર ચોકડી થી ભેસાણ રોડ પર સફાઇ અભિયાન…
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં, શૌચાલય,માર્કેટ તેમજ મુખ્ય માર્ગ તેમજ સાબલપુર ચોકડી થી ભેસાણ રોડ પર સફાઇ અભિયાન...
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હિ સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમ અંતર્ગત માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ પી.વાજા તથા સેક્રેટરીશ્રી અને આસી.કમિશનર(ટેક્ષ) તથા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ જી. ટોલીયાના માર્ગદર્શન મુજબ સેનિ.સુપરવાઈઝરશ્રી મનીષ ભાઈ દોશી,રાજેશભાઈ ત્રિવેદી,ધર્મેશભાઈ ચુડાસમા અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ,જેમાં આજરોજ સાબલપુર ચોકડી થી ભેસાણ રોડ પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી તથા શૌચાલયો,શહેરના મુખ્ય માર્ગોની સફાઈ તેમજ વેપારીઓને પ્રતિબંધીત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ