MORBI:આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ની રજૂઆત ફળી

MORBI:આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ની રજૂઆત ફળી
આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા મોરબી ડીડીઓશ્રી ને મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્રારા બાંધકામ મંજુરી ગ્રામ પંચાયતમાં આપતા પહેલા તાલુકા વિકાસ અધિકારી નો તાંત્રીક અભીપ્રાય મેળવીને જ ગ્રામ પંચાયતે બાંધકામ મંજુરી આપવી તેવો પત્ર-પરિપત્ર રદ અંગે જીલ્લા પંચાયતની તા-૦૨/૦૧/૨૦૨૬ સામાન્ય સભામાં થયેલ ઠરાવની નકલ તથા ડી.ડી.ઓ. મોરબી એ ટી.ડી.ઓ તથા ગ્રામ પંચાયતો ને જાણ અંગે લખેલ પત્રની નકલો આપવી તથા જો ડી.ડી.ઓ. મોરબી એ ટી.ડી.ઓ તથા ગ્રામ પંચાયતો ને જાણ ન કરેલ હોય તો ક્યાં કારણથી જાણ નથી કરી તેની માહીતી તથા ડી.ડી.ઓ. મોરબી એ ટી.ડી.ઓ તથા ગ્રામ પંચાયતો ક્યારે જાણ કરશે? એની માહીતી આપવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું જેનાં ભાગ રૂપે ડીડીઓ સાહેબ શ્રી દ્વારા ૨૮/૦૧/૨૦૨૬ નાં રોજ તાલુકા વિકાસ અધિકારીએ પત્ર લખીને જાણ કરી છે કે ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામ પરવાનગી ગ્રામ પંચાયતે આપવાની હોય છે. સબબ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૧૦૪ તથા ગુજરાત પંચાયત નિયમોની જોગવાઇઓ તળે ગ્રામ પંચાયત વિસ્તારમા બાંધકામની પરવાનગીઓ આપવા માટે તાબાની ગ્રામ પંચાયતને સુચનાઓ આપવા પત્ર લખ્યો છે…








