ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદમાં નવા વર્ષ ને લઈને પોલીસે આખી રાત સઘન વાહન ચેકીંગ કર્યું

આણંદમાં નવા વર્ષ ને લઈને પોલીસે આખી રાત સઘન વાહન ચેકીંગ કર્યું

તાહિર મેમણ – આણંદ – 01/01/2205- 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે.આણંદમાં નવા વર્ષ ને લઈને પોલીસે આખી રાત સઘન વાહન ચેકીંગ કર્યું. શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને ખુદ ડીસીપી ઝોન-2 અભય સોની દ્વારા રાજમહેલ રોડ પર આવેલા સુમસુમ રહેતા નવલખી ગ્રાઉન્ડમાં રાત્રીના સમયે રાવપુરા પોલીસની ટીમ સાથે જાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે પહોંચી ગયા હતા. ઉપરાંત અન્ય જગ્યાએ પર ચેકિંગ કરાયું હતું.

31 ડિસેમ્બરની આણંદ શહેરમાં લોકો ભારે ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. પરંતુ સાથે કેટલાક અસામાજિક તત્વો તથા નશેડીઓ દારૂ, એનડીપીએસના નશાનું સેવન કરીને ખોટી રીતે ધતિંગ કરે છે. ત્યારે આ નશેડીઓ દ્વારા સુમસામ જગ્યા પર ટોળા વળીને નશો કરવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ દ્વારા વિવિધ સુમસામ અને વડતર જગ્યા પર ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઘણા વર્ષ પહેલા નવલખી ગ્રાઉન્ડમાં એક યુવતી સાથે ગેંગરેપની ઘટના બની હોય સુમસામ જગ્યા પર ખુદ જેને લઇને ડીસીપી ઝોન 2ન અભય સોનીએ જાતે રાવપુરા પીઆઇ સહિતના કર્મચારીઓ સાથે સ્થળ પર પહોંચી ચેકિંગ કર્યુ હતું. નવલખી ગ્રાઉન્ડમાં મોડી રાત્રીના સમયે ઘણા લોકો અંધારાનો લાભ લઇ ઉભા રહેતા હોય છે. જેને લઇને પોલીસ દ્વારા આવા લોકો સામે પણ લાલ આખ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા હેતુસર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!