MORBI:દિવસ ગણંતા માસ ગયા.. વર્ષે આંતર્યા… સુરત ભૂલી સાયબા નામેય વિસર્યા..
MORBI:દિવસ ગણંતા માસ ગયા.. વર્ષે આંતર્યા… સુરત ભૂલી સાયબા નામેય વિસર્યા..
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ડીસેમ્બર માસ ચાલી રહ્યો છે. આથી પાંચ વર્ષ પહેલા ડિસેમ્બર મહિનામાં કોરોનાની મહામારીએ સમગ્ર દેશમાં ભરડો લીધો હતો. જેમાં મોરબી શહેર માં પણ હાહાકાર મચાવ્યો હતો. આ કોરોના મહામારી માં લોકો વેરવિખેર થઈ ગયા હતા. જે લોકો હાથ મિલાવી ને વાત કરતા હતા તે હાથ જોડતા થઈ ગયા હતા. લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતાં. વહીવટી તંત્રએ કરફ્યુ જાહેર કર્યું હતું પરંતુ લોકોએ સાવચેતી ખાતર કામગર બહાર જ નહીં નીકળવાનું અને સ્વયંભૂ કર્ફ્યુ જાહેર કર્યું હતું. કોરોના મહામારી માં શ્વાસોશ્વાસ ની તકલીફ થતી જેથી ઓક્સિજન ની ખુબજ જરૂર રહેતી પણ હોસ્પિટલોમાં ઓક્સિજન ની શોર્ટ પડવા લાગી. ધંધા રોજગાર બંધ થતા રોજનું કમાઈને ખાતા લોકોને ખાવાની તકલીફો ઊભી થઈ હતી. પરંતુ કહેવાય છે ને ખારા સમુદ્રમાં પણ મીઠી વિરડી હોય છે તેમ આ કોરોના મહામારી નાં સમયમાં સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો કોરોના સેન્ટર ખોલ્યાં હતાં, રસોડા ખોલ્યા હતા અને ઓક્સિજન સેન્ટર ખોલ્યાં હતાં. તેમ છતાં લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા હતા જેના કારણે લોકોમાં છુપો ભય બેસી ગયો હતો. આવા સંજોગો સમયમાં મીડિયા એક એવું ગ્રુપ હતું કે જેમને બહાર નીકળવા માં પાબંદીનહોતી. જેના કારણે આ થઈ રહેલી સેવાકીય પ્રવૃતિના દરેક રિપોર્ટ લોકો સુધી પહોંચતા હતા પરંતુ લોકોના સંપર્ક થતા હોય અમુક મીડિયા નાં કર્મીઓ પણ કોરોનાના ભોગ બન્યા હતા. પરંતુ સમયસરની સારવાર અને કોરોના અંગેની પરેજી નું પાલન કરવામાં આવતા તેઓ સારવાર કરાવીને હેમખેમ બહાર આવી ગયા હતા. તો ઘણા મીડિયાના કર્મચારીઓને પોતાની કોઈને કોઈ શક્તિ ક્ષિણ થઈ ગઈ હોય તેવું પણ બન્યું છે. કોરોના મહામારી માં સીનિયર પત્રકાર શ્રીકાંત પટેલ ને બે શક્તિ ક્ષિણ થઈ ગઈ છે. જેમાં શ્રવણ શક્તિ સાવ ધીમી પડી ગઈ છે. અને રાત્રે દિશા સુજન બંધ થઈ ગયું છે એટલે તેઓ હાલ નાં સમયમાં વહેલી સવારથી સાંજ નાં સુર્યાસ્ત સુધી રીપોર્ટીંગ કરે છે. અને રાત્રે ક્યાંય બહાર જવાનું થાય તો કોઈ સહાયક ની અવશ્ય મદદ લેવી પડે છે આવી પરિસ્થિતિમાં ઘણા મિત્રો ઝાઝાં સમય પછી મળે તો યાદ કરવું પડે છે કે કોણ હતા? અને નામ શું હતું? દરરોજ મળતા મિત્રો કે સ્નેહીજનો માં બરાબર ઓળખી શકાય છે. એટલે સૌ પ્રથમ લખેલી બે લીટી લોક સાહિત્ય ની છે પણ લાગું પડે છે.