શહેરા પોલીસ સ્ટેશન તથા મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં મળી કુલ બે ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢતી પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા પોલીસ સ્ટેશન તથા મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં મળી કુલ બે ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢતી પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડ અધિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે આધારે પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનવ્યે પો.સ.ઇ. એસ.આર.શર્મા પેરોલ ફર્લો સ્કવોર્ડ, પંચમહાલ-ગોધરા નાઓએ પેરોલ ફર્લો સ્ટાફને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.જે આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈ નાઓને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ દ્વારા બાતમી હકિકત મળેલ કે, શહેરા પો.સ્ટે. એ પાર્ટ નં.૧૧૨૦૭૦૬૧૨૪૦૮૩૭/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ મુજબના ઘરફોડ ચોરીના ગુન્હાના કામે નાસતા ફરતા/વોન્ટેડ આરોપી આરોપીઓ (૧)રમણભાઇ વીરસિંહ ઉર્ફે વરીયાભાઈ ડીંડોર રહે-ગોરીયા બીલવાલ ફળીયું તા.લીમખેડા જી.દાહોદ (૨)જવસીંગભાઈ ઉર્ફે જવાભાઈ ઉર્ફે નગરસીંગભાઈ ડ/o કાળીયાભાઈ માવી રહે-માતવા તળાવ ફળીયુ તા-ગરબાડા જી-દાહોદ નાઓ પૈકી નં-૧ નાનો હાલ ભાયલી,વડોદરા ખાતે તથા નં-૨ નાનો માતવા તા.ગરબાડા હોવાની ચોક્કસ હ્યુમન બાતમી હકીકત મળેલ હોય જે બાતમી આધારે પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત બન્ને આરોપીઓ પૈકી નં.૧ નાનો ભાયલી, વડોદરા તથા નં.૨ નાનો માતવા તા.ગરબાડા જી.દાહોદ ખાતેથી મળી આવતા બંને આરોપીઓને ધરપકડ કરી આગળની કાર્યવાહી થવા સારૂ શહેરા પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.