GUJARAT

ઝઘડિયા તાલુકાના દધેડા ગામ ખાતે અલ્ટ્રા ડેન્સ ફોરેસ્ટેશન (ગાઢ જંગલ) ઊભું કરવામાં આવશે

ઝઘડિયા તાલુકાના દધેડા ગામ ખાતે અલ્ટ્રા ડેન્સ ફોરેસ્ટેશન (ગાઢ જંગલ) ઊભું કરવામાં આવશે

 

દધેડા ગામની સાડા પાંચ એકર જમીનમાં ૨૧ હજાર થી વધુ વૃક્ષો નું વાવેતર કરવામાં આવશે

 

ઝઘડિયા જીઆઇડીસી ની આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૨૧ હજાર થી વધુ વૃક્ષોનું ગાઢ જંગલ બનાવવાના હેતુથી અંકલેશ્વર જીપીસીબી ના આર.ઓ. વી. ડી. રાખોલીયા ના હસ્તે વૃક્ષારોપણ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ ની અર્થપૂર્ણ ઉજવણી ના ભાગ રૂપે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૦૬ જૂન ૨૦૨૫ ના રોજ ઝઘડીયા ખાતે ૨૧ હજાર વૃક્ષો નું ગાઢ જંગલ રૂપ વૃક્ષારોપણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે અંકલેશ્વર જીપીસીબી ના રીજિયનલ ઑફિસર વી. ડી. રાખોલિયા એ રીબીન કાપી આ પહેલની શુભ શરૂઆત કરી હતી. તદુપરાંત આરતી ઇન્ડસ્ટ્રીઝ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, દેશ ની અગ્રણી કેમિકલ મેન્યુફેક્ચર ગણાતી અને ઝઘડીયા જીઆઇડીસી ખાતે કાર્યરત આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા ઝઘડીયા ખાતે દધેડા ગામ ના રેવન્યુ સર્વે નંબર ૧૨૩ અને ૧૦૯, ખાતે આ ‘અલ્ટ્રા ડેન્સ ફોરેસ્ટેશન’ એટલે કે ‘ગાઢ જંગલ’ સ્વરૂપ વૃક્ષારોપણની પહેલ કંપનીના પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સાડા પાંચ (૫.૫) એકર જેટલા વિસ્તાર માં ફેલાયેલ આ વૃક્ષારોપણ માં જુદી જુદી જાત ના ૨૧ હજાર જેટલા વૃક્ષોનું રોપાણ અને જતન કરવામાં આવશે, જે થોડા વર્ષો માં જીઆઇડીસી ની વચ્ચોવચ જંગલ સમાન વાતાવરણ ઉભુ કરે એવી ભાવના થી સમાજ ને સોંપવામાં આવ્યું છે, પર્યાવરણીય પુનર્જીવન માટે આ નોંધપાત્ર પહેલ સ્વાવલંબી જંગલ ઉભુ કરી જૈવ વિવિધતા માં વધારો કરે, હવા ની ગુણવત્તા સુધારે અને આવનારી પેઢી ના ઉજ્જવળ ભવિષ્યમાં ફાળો આપે એવા વિશ્વાસ સાથે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!