MORBI:મોરબી(૨.)સો ઓરડીમાં પોટરી તાલુકા શાળા માં અભ્યાસ કરતા 400 જેટલાં બાળકો સામે તોડાતું આરોગ્ય જોખમ
MORBI:મોરબી(૨.)સો ઓરડીમાં પોટરી તાલુકા શાળા માં અભ્યાસ કરતા 400 જેટલાં બાળકો સામે તોડાતું આરોગ્ય જોખમ
સુપરસિડ થયાં પછી ધનિધોરિયાની વિનાની મોરબી નગરપાલિકા માં અત્યારે વહીવટદારો દ્વારાનું શાસન ચાલે છે મોરબીમાં ચોમેર ગંદકી ગટર પાણી અને પ્રાથમિક સુવિધાઓને લઈને લોકો અવારનવાર પાલિકા જઈને હંગમો કરે છે ત્યારે મોરબીના સામાકાંઠે સો ઓરડી જીલ્લા પંચાયત રોડ પર આવેલી પોટરી તાલુકા શાળા પાસેજ મસમોટા પાણી કીચડના ખાડા ભરાયા છે જ્યાંથી આ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા નાના 400 જેટલાં ભૂલકાઓ અને એના વાલીઓને આ પાણી કીચડ માંથી પસાર થઈને સ્કૂલે જવું પડે છે અને રાહતદારીઓ ને પણ આ રસ્તાપરથી પસાર થતા ભારે હલાકીનો સામનો કરવો પડે છે આ જગ્યાપર અઠવાડીએ બુધવારી ભરાતી હોય જેના કારણે નાના વેપારીઓ અને લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે આ વિસ્તારની બાજુમાંજ જીલ્લા કક્ષાની ઓફિસો જેવીકે જીલ્લા પંચાયત જીલ્લા કલેક્ટર જીલ્લા આરોગ્ય અધિકારીઓ અહીંના રસ્તા પરથી અવારનવાર પસાર થતા હોય છે તેમ છતાં તેઓને આ સમસ્યા ધ્યાને નહિ આવતી હોય?ત્યારે સતાધિસો કે પાલિકા તંત્ર દ્વારા આ અંગે સત્વરે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે