MORBI:મોરબી (૨)સામાકાંઠે કમલા પાર્ક સોસાયટી પાસેના બિસ્માર રોડ મામલે સ્થાનિકોની મહાપાલિકાને રજુઆત!

MORBI:મોરબી (૨)સામાકાંઠે કમલા પાર્ક સોસાયટી પાસેના બિસ્માર રોડ મામલે સ્થાનિકોની મહાપાલિકાને રજુઆત!
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)
મોરબીના સામાકાંઠે કમલા પાર્ક સોસાયટીમાં જવાનો થોડો રસ્તો બિસ્માર હાલતમાં હોય સ્થાનિકોએ આ મામલે ડેપ્યુટી કમિશનરને રજુઆત કરી આ કામગીરી કરાવવાની માંગ ઉઠાવી છે. કમલા પાર્ક સોસાયટી નાં પ્રમુખ હસમુખભાઇ વામજા અને સોસાયટીના રહીશોએ આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસે ઋષિકેશ સ્કૂલની પાછળ આવેલ કમલા પાર્ક-૧ સોસાયટીમાં અંદર આવવા માટેના મુખ્ય રસ્તામાં ઋષિકેશ સ્કૂલની બંને બાજુ આવેલ રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રસ્તાની બન્ને બાજુએ સીમેન્ટ રોડ બનેલા છે અને બન્ને બાજુનો કુલ મળીને ૧૫૦ મીટર જેવો વચ્ચેનો રસ્તો જ બાકી રહેલો છે. કમલા પાર્ક સોસાયટીની ત્રણેય શેરી મળીને અંદાજિત ૧૭૦ થી ૧૮૦ પરિવારો રહે છે. આ રસ્તાના લીધે અહીં રહેતા લોકોને આવવા-જવામાં ખૂબ હાલાકી વેઠવી પડે છે તેમજ ચોમાસાનાં સમયમાં ખૂબ પાણી ભરાવાની સમસ્યા રહે છે જેના લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે જેના લીધે અહીં ના લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. જેથી તાત્કાલિક રોડ બનાવવા માટે ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.







