GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આદમી પાર્ટી આકરા પાણીએ ડ્રેનેજની ગંદકીનો જાહેરમાં નિકાલ કરતાં કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા માંગ

 

MORBI:મોરબી આદમી પાર્ટી આકરા પાણીએ ડ્રેનેજની ગંદકીનો જાહેરમાં નિકાલ કરતાં કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા માંગ

 

 

Oplus_131072

મોરબી નગરપાલિકા દ્વારા ચાલતા ડ્રેનેજ સફાઈ ના વાહનમાં આરટીઓ ના નિયમો નો સરેઆમ ભંગ કરી નંબર પ્લેટ વગર ખુલ્લેઆમ રસ્તામાં ગાડી દોડાવી રહ્યા છે પરંતુ છતાં પણ આ ગાડી કોઈ પણ અધિકારીના નજરમાં આવતી નથી….?? તો શું નિયમો બધા માત્ર ગરીબ માણસોને લાગુ પડે છે એવી રીતે તેના ઉપર કોઈપણ પ્રકારની કોઈ દ્વારા કાર્યવાહી થતી નથી..?? અને આજુબાજુના વિસ્તારમાંથી ગટર સફાઈ નો કચરો ઉપાડી યોગ્ય નિકાલ કરવાની બદલે સામાકાંઠે વોર્ડ નંબર- ૩ કે જે વિસ્તારમાં હાલ ના ધારાસભ્ય અને નગરપાલિકા ના પુર્વ ઉપપ્રમુખ બંનેના વસવાટ કરતા હોય એવાં વીસ્તાર માં આવેલી વિદ્યુત નગર, હરિપાર્ક સોસાયટી , ઉમા ટાઉનશિપ સોસાયટીના આવન જાવન ના રસ્તાની બાજુમાં આવેલ પંપિંગ સ્ટેશન ના દરવાજાની બાજુમાં જ ગટરના કદડાના નિકાલ કરવામાં આવે છે અને આજુબાજુ ના રહેતા રહીશું તે દુર્ગંધનો સામનો કરવો પડે છે તો તો આવી રીતે ખુલ્લેઆમ કદડો નાખવાથી રહીશોને થતી પરેશાની નો ઉકેલ ક્યારે આવશે તેવી આમ આદમી પાર્ટીનાં મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા મોરબી નગરપાલિકાને ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે અને આ કોન્ટ્રાકટર પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કોન્ટ્રાકટર નું પેમેન્ટ અટકાવા માંગ કરવામાં આવી છે. વધુમાં આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ સાથે વાતચીત કરતા જણાવ્યું કે જો અમારી માંગણી સ્વીકારવામાં આવશે નહીં તો સ્થાનીક લોકો ને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે..

Oplus_131072

Back to top button
error: Content is protected !!