આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પંચાયત વિભાગ હસ્તકના ૦૭ અને માર્ગ અને મકાન વિભાગ ના ૧ રસ્તો બંધ

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પંચાયત વિભાગ હસ્તકના ૦૭ અને માર્ગ અને મકાન વિભાગ ના ૧ રસ્તો બંધ
તાહિર મેમણ – આણંદ – 03/09/2024- આણંદ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે નિચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, હજી પણ થોડા ઘણા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હોઈ આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૦૭ જેટલા રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે, તેમ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર ગઢવી દ્વારા જણાવાયું છે. જયારે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ના માત્ર ૦૧ રોડ બંધ હોવાનું કાર્યપાલક ઇજનેર રવિ પટેલે જણાવ્યું છે.
કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ના જણાવ્યા મુજબ જિલ્લાનો માત્ર ૦૧ સ્ટેટ હસ્તક નો રસ્તો બંધ છે, જેમાં બોરસદ- અલારસા- કોસીન્દ્રા- આંકલાવ રોડ બંધ હોવાનું જણાવ્યું છે.
જયારે જિલ્લા પંચાયત હસ્તકના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૦૭ જેટલા રસ્તાઓ બંધ છે, જેમાં નાપા (ત) ખાજીયાવાડી વિસ્તાર રોડ, કસ્બારા ચિતરવાડા પચેગામ રોડ, દેવા ભળકડ રોડ, પાંદડ કોઝવેથી મીતલી રોડ, મોરજ ચિખલીયા રોડ, નાપા વાંટા ઊંટવાડિયાપુરા રોડ, રાવપુરા સેવરાપુરા રોડ ઉપરથી હજી પણ પાણી પસાર થતું હોય બંધ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર ગઢવીએ જણાવ્યું છે.




