અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
પ્રવેશોત્સવમાં મહિલા સરપંચના પતિદેવો ને સ્ટેજ પર સ્થાન આપ્યું, સરપંચ ગાયબ..? સ્ત્રી શિક્ષણની માત્ર વાતો
હાલ મોદી સરકારે સ્ત્રી શિક્ષણ ને મહત્વ આપી સ્ત્રી શિક્ષણ પર ભાર મુક્યો છે અને સરકારી મારખામાં કે પછી કોઈપણ લાભ હોય તેમાં સ્ત્રી ને મહત્વ આપવા આવે છે સ્ત્રી શિક્ષણ માટે વિવિધ યોજના થકી સ્ત્રીનું મહત્વ વધે તે માટે યોજનાઓ બહાર પાડવામા આવી છે. બીજી તરફ હવે ગ્રામ પંચાયત માં પણ સ્ત્રી ને મહત્વ અપાયું છે અને સ્ત્રીને ચૂંટી મહિલા સરપંચ તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો છે ત્યારે સ્ત્રીનું ઘણું મહત્વ વધ્યું હોય છે પરંતુ મહિલા સરપંચ ની જગ્યાએ હાલ સરપંચ પતિ આગળ આવે છે ત્યારે અવનવી ચર્ચાઓ જામી છે
વાત છે હાલ ચાલી રહેલા પ્રવેશોત્સવની જેમાં અરવલ્લી જિલ્લામાં પણ હોંશે હોંશે બાળકોને પ્રવેશ આપવામાં આવી રહયો છે અને એમાં જયારે જે તે વિસ્તારમાં વિવિધ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ થી લઇ જેતે ગ્રામપંચાયત ના સરપંચ ને પણ આમન્ત્રણ આપવામાં આવે છે પરંતુ જે ગ્રામપંચાયત માં મહિલા સરપંચ હોય છે તે ગ્રામપંચાયત વિસ્તારની શાળાઓ માં મહિલા સરપંચ ની જગ્યાએ સરપંચ ના પતિની હાજરી જોવા મળતા અને સ્ટેજ પર બિરાજતા ફોટા વાયરલ થયાં છે જેને લઇ પ્રવેશત્સવ માં સ્ત્રી શિક્ષણ ની વાતો કરતા અધિકારીઓ થી લઇ અનેક લોકો હાલ સ્ત્રી શિક્ષણ ને મજાકના મૂડમાં લેતા હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે ત્યારે શું સ્ત્રી સશક્તિ કરણ ની માત્ર વાતો…? મહિલા સરપંચ ની જગ્યાએ માત્ર પતિદેવો નો અધિકાર..? જેવા અનેલ સવાલો ઉભા થયાં છે