વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૪ જાન્યુઆરી : બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને જાતિ આધારિત ગર્ભ પરીક્ષણ અટકાવવામાં તેમજ દીકરીઓની સુરક્ષા અને શિક્ષણને આગળ લઇ જવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવેલ છે. સદર બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના ૧૦ વર્ષ પૂર્ણ થનાર હોય ભારત સરકારદ્વારા નિયત થયેલ લક્ષિત જૂથો, શાળાઓ, કિશોરીઓ,મહિલાઓ, સમુદાયો તથા વિભાગો સાથે સંકલન કરીને ઉજવણી કરવાની થાય છે.
ઉપરોક્ત બાબતને ધ્યાને લઈનેમાન. જિલ્લા કલેકટરશ્રી (અધ્યક્ષશ્રી બેટી બચાઓ બેટી પઢાઓ યોજના)ના માર્ગદર્શન હેઠળઅત્રેના જિલ્લા ખાતે તા.૨૨/૦૧/૨૦૨૫ના રોજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્મૃતિવન ભુજ ખાતે “એક શામ બેટીઓ કે નામ” માન. સાંસદશ્રી કચ્છવિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને ઉક્ત કાર્યક્રમ યોજવામાં આવેલ. જે કાર્યક્રમમાં ભુજ વોર્ડનંબર-૦૬ના કાઉન્સેલરશ્રી રશીલાબેન પંડ્યા,જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીસહ રક્ષણ અધિકારી, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી,સી.ડબ્લ્યુ.સી. ચેરમેનશ્રી,નારી ગૃહ અધ્યક્ષશ્રી, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન-કચ્છની ટીમ, સખી વન સ્ટોપ સેન્ટરની સમગ્ર ટીમ, તેમજ આ કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ દીકરીઓ અને તેમના માતા-પિતા જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ.ત્યાર બાદ શિવ વંદના દ્વારા પ્રાર્થના કરીને કાર્યક્રમને વિધિવત ખુલ્લો મુકવામાં આવેલ. ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનોનું સ્વાગત વૃક્ષોના પ્લાન્ટ આપીને કરવામાં આવેલ. ત્યારબાદ સૌ પ્રથમ ચિલ્ડ્રન હોમની દીકરીઓ સાથે માન. સાંસદશ્રી દ્વારા પ્રાઈડ વોક કરવામાં આવેલ. જેમાં મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, ચિલ્ડ્રન હોમના અધ્યક્ષશ્રી, નારી ગૃહના અધ્યક્ષ પણ વગેરે લોકોએ અનાથ દીકરીઓએ સાથે પ્રાઈડ વોક કર્યું હતું.
આ પ્રસંગે માન. સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કરેલ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના આ નવીન પહેલને આવકારી હતી.
ઉપર્યુક્ત કાર્યક્રમમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા કુલ ૬૧ દીકરીઓએ ડાન્સ અને પ્રાઈડ વોક માટે દાવેદારી નોધાવી હતી.જેમાં ડાન્સ વિથ ડોટર અને પ્રાઈડ વોક વિથ ડોટર એમ બે કેટેગરીમાં લોકો જોડાયા હતા અને વિવિધિ કૃતિઓ વડે બેટી બચાઓ અને બેટી પઢાઓનો સંદેશ આપ્યું હતું.
“એક શામ બેટીઓ કે નામ” કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ દીકરીઓને મહિલા અને બાળ અધિકારી દ્વારા પ્રમાણપત્ર અને સ્કુલબેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતી સખી મંડળની બહેનોને પણ સન્માનિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લઇ દીકરીઓનું ગૌરવ વધારવા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંગેના શપથ લીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર મહિલા અને બાળની ટીમએ જહેમત ઉઠાવી હતી.