અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પોષણ યુક્ત ભાવ મળી રહે તે માટે વિવિઘ પાકની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવતી હોય છે જે સીઝન પ્રમાણે ઘઉં કપાસ ,ચણા,મકાઈ,સોયાબીન વગેરે પાકનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ટેકાના ભાવે ખરીદી પણ થઇ ગઈ હતી ખાસ કરીને હાલ રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી થાય તે માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ખુલ્લું મૂકવામાં આવ્યું નથી ખેડૂતે જણાવ્યા અનુસાર રાયડાના પાકને ટેકાનાં ભાવે ખરીદી થઈ નહિ અને બીજી તરફ ઘઉંના પાકનું રજીસ્ટ્રેશન ખુલ્લું મૂક્યા બાદ ખરીદી પર શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હાલ તો રાયડો પકવતા ખેડૂતને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જેના કારણે ખેડૂતોની અંદર રોશ જોવા મળ્યો હતો રાયડના પાકનુ ઓનલાઇ રજીસ્ટ્રેશન ઝડપથી કરવામાં આવી અને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી તેવી માંગ સેવાઈ રહી છે.