MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સિરામિક એસોસિએશના પ્રમુખોએ શ્રમ કૌશલ્ય રોજગાર મંત્રીની રૂબરૂ મુલાકાત કરી

MORBI:મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખોએ શ્રમ કૌશલ્ય રોજગાર મંત્રીની રૂબરૂ મુલાકાત કરી
મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્રી મનોજભાઈ એરવાડિયા અને હરેશભાઈ બોપાલિયા એ કાંતિભાઈ અમૃતિયા ને ગુજરાત સરકાર માં શ્રમ કૌશલ્ય રોજગાર વિકાસ ના રાજ્ય કક્ષા ના મંત્રી તરીકે જવાબદારી મલી એ બદલ રૂબરૂ મુલાકાત કરી ને સમગ્ર સિરામિક ઉદ્યોગ વતી શુભકામનાઓ પાઠવી હતી. સાથો સાથ શ્રમ અને રોજગાર મંત્રાલય ને લગતા વિવિધ પ્રશ્નો ની ચર્ચા ઉંડાણ પુર્વક કરી હતી. કાંતિભાઇ એ ખાતરીપૂર્વક જણાવ્યું હતુ કે સિરામિક ઉધોગને લગતા કોઈ પણ પ્રશ્નો આવે તો તત્કાળ મને જાણ કરો હું તમામ પ્રશ્નો ના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહી ને સકારાત્મક પરિણામ મળે તે દિશા માં પ્રયત્ન કરીશ. જે બદલ સમગ્ર મોરબી સિરામિક ઉધોગ વતી મંત્રિ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે નુતન વર્ષાભિનંદન.












