MORBI:મોરબી ચકચારી નીખીલ ઘામેચા હત્યા કેસ ઉકેલવા CBI ટીમના ઘામા:તપાસનો ધમધમાટ શરૂ
મોરબી ચકચારી નીખીલ ઘામેચા હત્યા કેસ ઉકેલવા CBI ટીમના ઘામા:તપાસનો ધમધમાટ શરૂ
શહેરના સૌથી ચકચારી હત્યા કેસને નવ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અગાઉ સ્થાનિક પોલીસ અને સીઆઈડીએ તપાસ કર્યા છતાં નવ વર્ષમાં હજુ હત્યારા પકડાયા નથી કે હત્યાનું કારણ પોલીસ જાણી ના શકી હોય જેથી પરિવારે સીબીઆઈ તપાસ માંગી હતી જેને હાઇકોર્ટે મંજુર કરી છે હાઇકોર્ટે હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો હુકમ કર્યો છે
તા. ૧૫-૧૨-૨૦૧૫ ના રોજ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાનો ૧૩ વર્ષનો પુત્ર નીખીલ તપોવન વિધાલયમાંથી છૂટયા બાદ ઘરે પહોંચ્યો ના હતો અને પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં એક ઇસમ બ્લેક એક્ટિવામાં અપહરણ કરી જતો જોવા મળ્યો હતી બાદમાં રામઘાટ પાસે કોથળામાં વીંટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે હત્યા કેસની પોલીસે તપાસ ચલાવી હતી જોકે નિખિલના હત્યારા કોણ છે તેના સુધી પોલીસ પહોંચી સકી ના હતી કે કારણ પણ જાણી ના શકી હતી જેથી પરિવારની માંગણીને ધ્યાને લઈને તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી પરંતુ સીઆઇડી ટીમે પણ વર્ષો સુધી તપાસ ચલાવ્યા બાદ કોઈ પરિણામ લાવી શકી ના હોય જેથી પરિવારે CBI તપાસ માંગી હતી હાઇકોર્ટે નિખિલ હત્યા કેસમાં વર્ષોની તપાસ બાદ પણ સીઆઇડી કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ના હોવાનું નોંધ્યું હતું અને પરિવારની માંગણી સ્વીકારી હાઈકોર્ટે ઓગસ્ટ ૨૦૨૪ માં કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો હતો જે કેસની તપાસ સીબીઆઈને સોપવામાં આવી હોવાથી આજે સીબીઆઈની ચાર જેટલી ટીમો મોરબીમાં ધામા નાખ્યા છે, સીબીઆઈની ટીમોએ હાલમાં મોરબી જિલ્લા પોલીસવડાની કચેરીએ બેઠક યોજવાની સાથે નિખિલના માતાપિતાની પણ પૂછપરછ કરી માહિતી મેળવી રહ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે..