GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ૨૩ વર્ષના વિકાસ અંગે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે ચર્ચા વિચારણા કરી

MORBI:મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ૨૩ વર્ષના વિકાસ અંગે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે ચર્ચા વિચારણા કરી

 

 

ગુજરાતની ૨૩ વર્ષની વિકાસ યાત્રા સાથે મોરબી જિલ્લામાં થયેલ વિકાસ અંગે છણાવટ કરાઈ

વિકાસ સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ૨૩ વર્ષની વિકાસ ગાથા અંગે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧ માં ૦૭ ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આજ દિન સુધી વિકાસની યાત્રામાં થયેલ અનેક વિકાસ કાર્યો અંગેની વિકાસગાથા જન જન સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ યોજાઇ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની વિકાસ ગાથા અંગે ચર્ચા વિચારણા માટે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ મોરબી ટુડે સાથે સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિમાંશુ ભટ્ટ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ ઔપચારિક મુલાકાત દરમિયાન છેલ્લા ૨૩ વર્ષમાં વિકાસના અનેક પ્રકલ્પો થકી મોરબી જિલ્લામાં વિકાસ કાર્યોની વણઝાર અંગે વાતચીત કરતા મોરબી જિલ્લાને મળેલ અનેક અત્યાધુનિક આંતર માળખાકીય સુવિધાઓ, અનેક મેજર ઓવરબ્રિજ અને સુવિધાસભર હાઇવે, સિરામિક ઉદ્યોગ માટે ગેસ પાઇપલાઇન તેમજ અનેક ટેક્સ નાબૂદી, સિરામિક ઉદ્યોગ માટે આંતર માળખાકીય સવલતો ઉપલબ્ધ કરાવવી, મેડિકલ કોલેજ, મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ સહિત અનેક વિકાસકાર્યો અને યોજનાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Oplus_131072

Back to top button
error: Content is protected !!