MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

MORBI:મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા. ૧૬ જાન્યુઆરીએ યોજાશે
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને તા. ૧૬/૦૧/૨૦૨૫ ના રોજ બપોરના ૦૨:3૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.
આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.








