BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાલવાટિકા થી ધોરણ 5 નો બાળમેળો ઉજવાયો

સમીર પટેલ, ભરૂચ

જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત આનંદદાયી અને પ્રવૃતિમય બાળમેળો આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો. જેમાં બાળકોના વિવિધ જૂથ પાડી જૂથ મુજબ બાળ વાર્તા, બાળ વાર્તા આધારિત નાટક, છાપકામ, કાતરકામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ,બાળ રમતો, એક મિનિટ પજલ્સ, હાસ્ય દરબાર, ગીત – સંગીત- અભિનય, પપેટ શો, ગણિત ગમ્મ્ત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા જેવી પ્રવૃતિઓ યોજી હતી. જેમાં શાળા પરિવારના ટીમવર્કથી બાળમેળાને બાળકો માણી શક્યા હતા. બાળકોમાં રહેલી સુષુપ્તશક્તિઓને બહાર લાવવા આ નવતર અભિગમથી બાળકોના ચેહરા પર અનેરી ખુશી જોવા મળી હતી.

Back to top button
error: Content is protected !!